સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા શહેર ના કોંગ્રેસ ના આગેવાનોની ખેડબ્રહ્મા પોલીસે અટકાયત કરી.

0
15

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા શહેર ના કોંગ્રેસ ના આગેવાનોની ખેડબ્રહ્મા પોલીસે અટકાયત કરી.

ખેડબ્રહ્મા તાલુકાના કોંગ્રેસ ના આગેવાનો સાગર ભાઈ પટેલ, નરેશ ભાઈ પટેલ, જીંગ્નેશ ભાઈ જોષી, પ્રકાશ ભાઈ બારોટ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા આજ રોજ છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારી ના કારણે આમ પ્રજાના ધંધા રોજગાર તથા અન્ય આવકો નહિવત થતી હોય અને બેરોજગારી ની સમસ્યા ઉભી થતી હોય તેવા કપરા સમયમાં સરકાર દ્રારા રોજિંદી જીવનજરૂયાત ચીજવસ્તુંઓના ભાવ વધારો કરવામાં આવે છે. જેના કારણે ગરીબ પ્રજાના પેટ પર પાટું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ બાબત ને લઈ ખેડબ્રહ્મા શહેરના કોંગ્રેસ ના આગેવાનો દ્વારા નાયબ કલેક્ટર ને ખેડબ્રહ્મા ને આવેદન પત્ર આપવા જતાં હોય ખેડબ્રહ્મા પી એસ આઈ વી. બી. પટેલ દ્રારા કોંગ્રેસ ના આગેવાનો ની અટકાયત કરવામાં આવી.

*બિપીન જોષી ખેડબ્રહ્મા*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here