સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં તાલુકામાં ગરીબોને મળતું રાશન ખોટી રીતે પચાવી પાડનાર રાશનકાર્ડ ધારકોને સસ્તા અનાજ નો લાભ બંધ

0
8

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં તાલુકામાં ગરીબોને મળતું રાશન ખોટી રીતે પચાવી પાડનાર રાશનકાર્ડ ધારકોને સસ્તા અનાજ નો લાભ બંધ

ખેડબ્રહ્મા તાલકામા ફોરવ્હીલતેમજ બધી જાતના સુખ સંપતિ ધરાવતા લોકો ગરીબોને મળતો સસ્તા અનાજ નો લાભ ખોટા પુરાવા રજૂ કરી લઈ રહા હતા, તે બાબત ખેડબ્રહ્મા પુરવઠા અધિકારી ને જાણ થતાં પુરવઠા અધિકારી એ તાત્કાલિક સંચાલકો પાસે થી માહિતી મંગાવી ૧૫૨ જેટલા રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજ નો લાભ બંધ કરી દેવામાં આવ્યો. સરકારી નોકરી ધરાવતા લોકો તથા ફોરવ્હીલર તેમજ સુખ સંપતિ ધરાવતા લોકો ને કાયદા માં સ્પષ્ટ જોગવાઈ છે કે આવા લોકો ને સરકારી સસ્તા અનાજ નો લાભ નહિ મળે. પરંતુ કોખેડબ્રહ્મા પંથક માં અનેક લોકો પોતાની સાચી વિગતો છૂપાવી ને રાહત દરે મળતા અનાજનો લાભ મેળવે છે. આ રીતે તમામ સુખ સંપતિ ધરાવતાં લોકો ગરીબો ને મળતો લાભ આવી ખોટી રીતે લઈ લે તો જે ગરીબ અને નિરાધાર લોકો છે તે લોકો ને આ સસ્તા અનાજ નો લાભ મળતો નથી ખરેખર તો આ સસ્તા અનાજ નો લાભ આવા ગરીબ લોકો ને મળવો જોઈએ. તેમજ ઉપરોક્ત બાબત ની અનેક ફરિયાદો બે ધ્યાન માં લઇ ખેડબ્રહ્મા પુરવઠા અધિકારી એમ. યુ. રાજપૂતે લાલ આંખ કરતા સસ્તા અનાજ ના સંચલકો ને સૂચના આપી હતી. કે જે રાશનકાર્ડ ધારકો પાસે ફોર વ્હીલર ગાડી તેમજ સુખ સંપતિ ધરાવતા હોય તેવા રેશનકાર્ડ ધારકો ની માહિતી મંગાવી હતી. અને તે માહિતી ના આધારે ૧૫૨ જેટલા રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજ નો લાભ બંધ કરી દેવામાં આવ્યો છે.

બિપિન જોષી ખેડબ્રહ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here