સાબરકાંઠા એસ.ઓ.જી.ની ટીમે જાલીયા પાટિયાં ખાતે દુકાનમાં રેડ કરી ચાઈનીઝ દોરી સાથે એક આરોપી ને દબોચ્યો

0
12

જાલીયા પાટીયા ખાતેની એક
દુકાનમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરી ફીરકી નંગ-૧૫૦ સાથે એક આરોપીને પકડી પાડી કાર્યવાહી કરાઈ.

ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક,અભય ચુડાસમા એ
એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ છે .જે અન્વયે સાબરકાંઠા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગુજર, એ આપેલ સુચના અન્વયે એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર વાય.જે.રાઠોડ, ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. કે.કે.રાઠોડ તથા એ.એસ.આઇ.શૈલાબેન બેન્જામીન તથા હે.કોન્સ. કાળુભાઇ દેવાભાઇ તથા હે.કોન્સ. ભાવેશકુમાર
રામજીભાઇ તથા પો.કોન્સ. ગોવર્ધનભાઇ નારાયણભાઇ તથા પો.કોન્સ.નિકુંજકુમાર નરસિંહભાઈ તથા
ડ્રા.પો.કોન્સ.દશરથભાઇ જેઠાભાઇ વિગેરે એસ.ઓ.જી.સ્ટાફના માણસો જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં
પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન મળેલ બાતમી આધારે આરોપી સૌરભકુમાર ભરતભાઇ પટેલ રહે. ફીચોડ,તા. ઇડર ,જી.સાબરકાંઠા ની દેશોત્તર ત્રણ રસ્તાથી આગળ જાલીયા પાટીયા ખાતે આવેલ દુકાનમાં રેઇડ કરતાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરી ફીરકી નંગ-૧૫૦ કિંમત રૂપિયા-૩૦,૦૦૦ ની મળી આવતાં તે આરોપી વિરૂધ્ધમાં જાદર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here