સાગરદાણ કૌભાંડ વિપુલ ચૌધરી સહિતના 15 આરોપીઓના 7 વર્ષની સજા પર સેશન્સ કોર્ટ સ્ટે આપ્યો, જામીન મંજૂર કરવામાં આવ્યા

0
6

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મહેસાણા સેશન્સ કોર્ટમાંથી રાહત મળી છે. સાગરદાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને થયેલી 7 વર્ષની સજા પર મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે અને વિપુલ ચૌધરી સહિતના 15 આરોપીઓના જામીન પણ મંજૂર કરવામાં આવ્યા છે.

મહેસાણા ડિસ્ટ્રીક્ટ કોર્ટે આપેલી સજા પર સ્ટે અપાયો
મહેસાણઆ દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ મામલે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા અઠવાડિયા પૂર્વે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષ કેદની સજા ફટકારી હતી. જે તમામ આરોપીઓને હવે મહેસાણા સેશન્સ કોર્ટમાં રાહત મળી છે. કોર્ટે સજા પર સ્ટે આપ્યો છે અને તમામના જામીન પણ મંજૂર કર્યા છે.

આ આરોપીઓને સેશન્સ કોર્ટમાંથી રાહત મળી

વિપુલ માનસિંહભાઈ ચૌધરી (તત્કાલીન ચેરમેન)
જલાબેન (પૂર્વ વાઇસ-ચેરમેન)
નિશિથ બક્ષી (પૂર્વ એમ.ડી.)
પ્રથમેશ રમેશભાઈ પટેલ ( પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર)
રશ્મિકાંત મોદી (પૂર્વ એકાઉન્ટ હેડ)
ચંદ્રિકાબેન
રબારી ઝેબરબેન
જોઈતા ચૌધરી
જયંતી ગિરધરભાઈ પટેલ
કરશન રબારી
જેઠાજી ઠાકોર
વીરેન્દ્રસિંહ ઠાકોર
ઈશ્વર પટેલ
ભગવાન ચૌધરી
દિનેશ દલજીભાઈ ચૌધરી
2014 ના વર્ષમાં મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવાના કૌભાંડ કેસમાં મહેસાણા બી ડિવિઝન પોલીસમાં 22 લોકો સામે 22.50 કરોડના કૌભાંડ કેસમાં ફરિયાદ નોંધાઇ હતી.જે કેસમાં ટ્રાયલ દરમિયાન 22 આરોપી પૈકી 3 લોકોના મોત થયા હતા.જે કેસનો ચુકાદો થોડા દિવસો અગાઉ મહેસાણા સેસન્સ કોર્ટ 15 આરોપીને 7 વર્ષની સજા ફટકારી હતી.જે કેસના તમામ આરોપીઓના જામીન આજે કોર્ટ મંજુર કર્યા છે.હાલમાં જેલમાં 15 આરોપી સજા ભોગવી રહ્યા છે.ત્યારે રૂપિયા 50 હજારના જામીન પર જામીન પર છોડવામા આવશે.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here