સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે કોમ્યુનિટી મેનેજ્ડ ટ્રેનીંગ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો

0
6

તાલીમ કેન્દ્ર ખાતે સ્વસહાય જુથની મહિલાઓને તાલીમ આપી પગભર કરાશે

 દાહોદ..... સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે કોમ્યુનિટી મેનેજ્ડ ટ્રેનીંગ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો છે. આ નવા શરૂ કરવામાં આવેલા સેન્ટર ખાતે સ્વસહાય જુથની મહિલાઓને યોજનાકીય કામગીરી હેઠળ તાલીમ-માગદર્શન કરવાનો ઉદ્દેશ રહ્યો છે. અહીં મહિલાઓને જરૂરી કૌશલ તાલીમ ઉપરાંત રહેવા-જમવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. 
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે ટ્રેનીંગ સેન્ટરનો પ્રારંભ કરાવતા કહ્યું કે, સરકાર મહિલા સશક્તિકરણ માટે મક્કમ પગલા ભરી રહી છે ત્યારે આ કોમ્યુનિટી મેનેજ્ડ ટ્રેનીંગ સેન્ટર સ્વસહાય જુથની મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે મહત્વનું સાબિત થશે. દાહોદ જિલ્લાની મહિલાઓ આગવું કૌશલ્ય ધરાવે છે, આ કૌશલ્યને યોગ્ય દિશા આપી તેનો આર્થિક લાભ મળતો થાય એ પણ મહિલાઓના વિકાસ માટે જરૂરી છે. આ સેન્ટર દ્વારા આ કામગીરી સરસ રીતે નિભાવશે.    
આ વેળા વિધાનસભાના મુખ્ય દંડક શ્રી રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી શ્રી સી.બી. બલાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here