સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરાઈ: દલિત મહોલ્લા નું વરસાદી પાણી નાં નિકાલ મામલે લેખીત રજુઆત

0
3

પાટણ
સાંતલપુર

પાટણ જીલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે દલિત મહોલ્લા નાં વરસાદી પાણી નિકાલ બાબતે બોલાચાલી થતા સાંતલપુર પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે. પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે પમીબેન રવાભાઈ પરમાર ગામ વૌવા વર્ષોથી દલિત મહોલ્લાનું વરસાદનું પાણી જે જગ્યાએથી જતું હતુ તે જગ્યા ઉપર ગામના સામાવાળા રહીશ દ્વારા પાળો બાંધી પાણી જતુ બંધ કરવામાં આવતા રસ્તા પરથી નીચાણવાળા વિસ્તારમાંથી પાણીનો નિકાલ છે તે આ રસ્તા થી આગળ નીચાણવાળા વિસ્તાર નાં ભાગ માં જાય છે અને વર્ષો થી આ વહેણ માંથી પાણી પસાર થતાં સામાવાળા રહીશ દ્વારા રસ્તામાં પાણી રોકાણ આડો બંધ બાંધી દેતા પાણી રોકાઈ જતાં આ પાણી રહેણાક વાળા વિસ્તાર માં વરસાદી પાણી ભરાઈ જતાં જે બાબતે ઉગ્ર બોલાચાલી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
જે મામલે મહિલા દ્વારા સાંતલપુર પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે. પમીબેન નાં જણાવ્યા મુજબ પાણીના નિકાલ ની રજુઆત કરવા જતા જાતિ વિરુદ્ધ શબ્દો બોલી ગડદા પાટુનો માર મારવામાં આવ્યો હતો તેવું પમીબેન એ જણાવ્યું હતું. જેમાં 55 વર્ષના પમીબેન રવાભાઈ ઉપર હાથ ઉઠાવી તેમનું અપમાન કરી માર મારતા આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.જેની સાંતલપુર પોલીસ સ્ટેશન લેખિત રજુઆત કરવામાં આવતા જે રજૂઆત નાં અનુસંધાને એચ.ડી મકવાણા પી.એસ.ઈ દ્વારા હૈયા ધારણ આપી આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો યોગ્ય નિકાલ નહી થાય તો આ મામલે એટ્રોસિટી ની ફરિયાદ દાખલ કરાવવાની ચીમકી અરજદારે ઉચ્ચારી હતી.

રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here