સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે સંવિધાન (બંધારણ) જાગૃતિ શિબિર અમૃતભાઇ (નવસર્જન ટ્રસ્ટ)ના નેજા હેઠળ યોજાઇ

0
3

પાટણ
સાંતલપુર

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે ગતરોજ બંધારણ જાગૃતિ શિબિર યોજાઈ હતી.નવસર્જન ટ્રસ્ટની કામગીરી, મુળભુત અધિકારો બંધારણ મ્યુઝિયમ, દલિત શક્તિ કેન્દ્ર, નાગરિકતા, એટ્રોસીટી એક્ટ કોંસ્ટીટ્યુશન કલબ, આભડછેટ અને જાતિવાદ મુદ્દે માહિતી આપવામા આવી હતી. શિવાજી ગોહિલ દ્વારા આપણા તમામ પ્રશ્નો નું મૂળ જાતિવાદ અને આભડછેટ નું મૂળ ધર્મ છે અને આ તમામ મુશ્કેલીઓ નો અંત લાવવો હોય તો હિન્દુ ધર્મ છોડી બુધ્ધ ધર્મ અંગીકાર કરવો જોઇએ આ કાર્યક્રમમાં નવસર્જન ટ્રસ્ટ ના કાર્યકર અમૃતભાઈ, રતિલાલભાઈ, નરેન્દ્રભાઈ, મોહનભાઈ, ભરતભાઈ અને શાંતાબેન સહિત ધોધમાર વરસતાં વરસાદ વચ્ચે પણ હાજર રહેલ તેમજ આજુબાજુના ગામોમાંથી શિવાજી ગોહિલ, ઇશ્વર પરમાર, અરજણ પરમાર, જીવણ બગડા, નારણ પરમાર, સતીષ ગોહિલ, કે.ડી.ધવલ, મુળજી ધવલ ગામના લોકો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં શિબિરમાં જોડાયા હતા.

રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here