સાંતલપુર ખાતે હારીજ ભુજ એસટી બસમાંથી 20 કિલો શંકાસ્પદ માંસ યુવા હિન્દુ સંગઠનએ પકડી પોલીસને સાથે રાખી કાર્યવાહી હાથ ધરાવી

0
1

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

સાંતલપુર: પવિત્ર શ્રાવણ મહિનાના તહેવાર અને રક્ષાબંધનના દિવસે એસટી બસ માંથી 20 કિલો માંસ સાથે એક ઈસમની સાંતલપુર પોલીસે ધરપકડ કરી

બસની અંદર શંકાસ્પદ માસ જતુ હોવાની જાણ હિન્દુ સંગઠનના મિત્રો ને થતાં પોલીસ સાથે રાખી ઈશમને ઝડપી પાડયો: પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે યુવા હિન્દુ સંગઠનને મળેલી બાતમીના આધારે પવિત્ર શ્રાવણ મહિનાના તહેવાર અને રક્ષાબંધનના દિવસે એસટી બસની અંદર શંકાસ્પદ માસ જતું હોય તેવી બાતમી મળી હતી. જેના આધારે હિન્દુ યુવા સંગઠન એ સાંતલપુર પોલીસને સાથે રાખી સાતલપુર ખાતે એસટી બસને ચેક કરવામાં આવી હતી. જે એસટી બસ ચેક કરતા 20 કિલો માંસ સાથે એક ઈસમની સાંતલપુર પોલીસે ધરપકડ કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એક તરફ હિન્દુ ધાર્મિક તહેવારો ચાલુ છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સમાજના લોકો ઉજવણી કરી રહ્યા છે. જે આ ઘટના બાદ હિન્દુ સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે. પવિત્ર શ્રાવણ મહિનાનો તહેવાર અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નાં દિવસે એસટી બસમાં લઈ જવાતું માસ ક્યાં લઈ જવાતું હતું કોની રહેમ નજર હેઠળ સપ્લાય કરવામાં આવ્યું હતું વગેરે સવાલો ઊભા થવા પામ્યા છે ત્યારે હવે જોવું રહ્યું આગળની પોલીસ તપાસ બાદ સુ રહસ્ય બહાર આવે છે તેના પર સૌં કોઈ લોકોની નજર છે અને આવા તત્વો સામે કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી હિન્દુ સમાજના સંગઠનો ની અને હિન્દુ લોકની માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here