સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલથી પાંચોટ બાયપાસ સુધીના વિસ્તારમાં વેચાતાં ફૂડની થર્ડ પાર્ટી ચકાસણીમાં ફૂડસેફ્ટીનાં સર્ટિ અપાયું

0
4

મહેસાણા ઉત્તર ગુજરાતનું પ્રથમ સ્કવેર ગોલ્ડ સ્ટ્રીટહબ

મહેસાણાના રાધનપુર રોડ સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલથી પાંચોટ બાયપાસ સુધીના વિસ્તારને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઇન્ડિયા દ્વારા ફૂડસેફ્ટીના ધારાધોરણો સ્થાપિત થતાં હોઇ ફૂડસ્ટ્રીટ જાહેર કરી પ્રમાણપત્ર અપાયું છે. ઉત્તર ગુજરાતમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે ખાણી-પીણી સ્ટોલ, ફાસ્ટફૂડમાં ખાવાલાયક યોગ્ય ફૂડ હબસ્ટ્રીટ તરીકે પ્રથમ પ્રમાણિત મહેસાણાનો રાધનપુર રોડ બન્યો હોવાનું મહેસાણા ફૂડ ડેજીગ્નેટેડ ઓફિસર વી.જી. ચૌધરીએ જણાવ્યું હતું.

મહેસાણા ફૂડ વિભાગના સૂત્રોએ કહ્યું કે, જિલ્લા કક્ષાએથી જાન્યુઆરીમાં રાધનપુર રોડ પર સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલથી બાયપાસ ડીમાર્ટ સુધી 45 જેટલા ખાણી-પીણીનાં સ્ટોલ અને દુકાનોમાં એફએસએસએઆઇની ફૂડ સ્ટ્રીટહબ પ્રમાણિત માટે પ્રખર ફાઉન્ડેશનરાહે પ્રયાસો શરૂ કરાયા હતા. જેમાં તમામ દુકાનદારોને આરોગ્યપ્રદ ખોરાક તેમજ સાચવણી, વ્યવસ્થાપન અંગે ફોસ્ટેગ તાલીમ આપી રિપોર્ટ ભારત સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીને કરાયો હતો. બાદમાં ત્યાંથી એજન્સીરાહે થર્ડ પાર્ટી ઇન્સપેક્શન કરાવાયું હતું.

જેના અહેવાલ બાદ રાધનપુર રોડ “ઇટ રાઇટ સ્ટ્રીટ ફૂડ હબ” (ખાવાલાયક યોગ્ય ફૂડ હબ શેરી) તરીકે 24 એપ્રિલ 2023થી 2025 સુધી “સ્કવેર ગોલ્ડસ્ટ્રીટ” જાહેર કરાઇ છે. ફૂડ સ્ટાન્ડર્ડના બેંચમાર્ક પ્રસ્થાપિત કર્યા હોઇ તેનું સર્ટીફીકેશન આવી જતાં વેપારીઓને એનાયત કરાયું છે.

બાદમાં જિલ્લા કલેકટરના આદેશથી ગુરુવારે આ વિસ્તારમાં ખાણી-પીણીની 34 પેઢીઓમાં ફૂડ સેફ્ટી ઓફિસર જે.ડી. ઠાકોર, એસ.ડી. પટેલ દ્વારા તપાસ કરી પીઝાસોસ, ચીજ, પીજાબેઝ, વડાપાઉંનાં વડાં, પાણીપુરીનું પાણી, મસાલો, સોસ વગેરેનાં 15 નમૂના મેળવી લેબ પરીક્ષણમાં મોકલાયા છે. જોકે, એફએસડબલ્યુ વાનમાં સ્થળ પર પ્રાથમિક ટેસ્ટિંગમાં તમામ નમૂના પાસ થયા હતા.

ઐઠોર મંદિરનો ભોગ સર્ટીફાઇડ, સહયોગ બ્રાન્ચ-1 હાઇજીન રેટિંગ
​​​​​​​ઊંઝા તાલુકાના ઐઠોર ગામે આવેલા ગણપતિ મંદિરમાં અપાતો ભોગ (પ્રસાદ) હાઇજેનિક આરોગ્યપ્રદ હોવાનું સર્ટિફિકેશન કરાયું છે. જ્યારે દૂધસાગર ડેરીની સહયોગ બ્રાન્ચ-1ને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હાઇજીન રેટિંગ સર્ટી આપ્યું છે.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here