
(અહેવાલ : મયંક દેવમુરારી)
મોરબી સિરામિક ઉદ્યોગ માટે ગુજરાત ગેસ દ્વારા ગેસ પૂરો પાડવામાં આવતો હતો પણ ગેસ ના ભાવ વધતા ઉધોગપતિઓ ગુજરાત ગેસ કરતા સસ્તો મળતો પ્રોપેન ગેસ તરફ વળ્યા હતા પણ આ ગેસ મોરબી ની જનતા માટે કેટલો ઘાતક ? સૌથી મોટો પ્રશ્ન શું સસ્તા ની લાહ્યમાં મોરબી ની પ્રજાની જીદંગી તો સિરામિક ઉદ્યોગ પતિઓ જોખમમાં નથી મૂકી રહ્યા ને?
મોરબી સિરામિક માં થોડા સમય થી આગ લાગવાના બનાવો વધ્યા છે જેમાં પ્રોપેન ગેસ નો વપરાશ ના કારણે પણ આગની ઘટના થોડા સમય થી સામે આવી રહી છે જ્યારે મોરબી પોલીસ દ્વારા પણ પ્રસંશનીય કામગીરી કરીને ટેન્કર માં આવતા ગેસ માંથી ટેન્કર ચાલકો અને તેના મળતીયાઓ દ્વારા ગેસની બોટલ ભરીને બજાર માં વેચતા હોવાના પણ કિસ્સા સામે આવ્યા છે જે મોરબી પોલીસ દ્વારા ઝડપી લેવા માં આવ્યા હતા પણ અહી પ્રશ્ન એ છે કે પ્રોપન ગેસ ના ટેન્કર માંથી કટિંગ કરીને જે બોટલો ભરવામાં આવે છે તેમાં જો કોઈ અઘીત ઘટના ઘટે તો જવાબદાર કોણ? જેમાં આસપાસ વસતા મોરબી ની પ્રજાની જિંદગી કેટલી જોખમી?

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી ના લખધીરપુર રોડ ઉપર આવેલા ઓપવેલ સિરામિક માં પ્રોપેન ગેસ ના સિલિન્ડર દ્વારા કંપની માં ગેસ વાપરવામાં આવતો હતો..! જેમાં કોઈ કારણોસર આગ લાગતા થોડી વાર માટે તો હજાર લોકો ના જીવ પડીકે બંધાઇ હતા અને આ આગ ની ઘટનામાં એક શ્રમિક ગંભીર રીતે દાઝેલ હોવાના સમાચાર મળી રહ્યા છે પણ પ્રશ્ન અહી સૌથી મોટો એ છે કે સસ્તા ની લાહ્ય માં મોરબી ની પ્રજા નો જીવ જોખમ માં મુકાય રહ્યો છે કે કેમ?