સરસ્વતી તાલુકા પીઆઈ તરીકે નિયુક્ત થયેલા રાકેશભાઈ પ્રજાપતિ (ઉનાગર) નું પ્રજાપતિ સમાજે સન્માન કરી આવકાયૉ..

0
8

પ્રજાપતિ સમાજ નાં આગેવાનો દ્વારા શાલ,
બુકે,ભગવત ગીતા અને રેવડી નો પ્રસાદ અપૅણ કરવામાં આવ્યો..

સમાજ આગેવાનો નાં સન્માન ને સહષૅ સ્વિકાર કરી નવ નિયુક્ત પીઆઈ રાકેશભાઈ એ આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા.4
અમરેલી જિલ્લા નાં ધારી ગામના વતની અને પોલીસ ભરતી ની પ્રથમ બેચમાં પી આઈ તરીકે પોસ્ટ મેળવનારા પ્રજાપતિ (ઉનાગર) રાકેશભાઈ ધનશ્યામભાઈ ની ગીર સોમનાથ પોલીસ સ્ટેશન માંથી તાજેતરમાં પાટણ જિલ્લાના નવ નિર્મિત સરસ્વતી તાલુકા પોલીસ મથકમાં પીઆઈ તરીકે બદલી કરવામાં આવતાં ગતરોજ તેઓએ સરસ્વતી તાલુકા પીઆઈ તરીકે ચાજૅ સંભાળ્યો છે.
પ્રજાપતિ સમાજના યુવાન અને કાયૅદક્ષ પીઆઈ તરીકે સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાજૅ સંભાળનાર રાકેશભાઈ પ્રજાપતિ ને આવકારવા અને તેઓના અભિવાદન માટે શુક્રવારે પાટણ પ્રજાપતિ સમાજના યુવા સંત શિરોમણી પ.પૂ.પ્રમુખ દાદા, પ્રમુખ દાદા ફાઉન્ડેશન, ચાણસ્મા અને ઉવારસદ ગાંધીનગર આશ્રમ, સત્સંગી જીગ્નેશભાઈ નારણભાઈ પ્રજાપતિ, મણિભદ્ર ફાઉન્ડેશન પાટણ અનાથ બાળક પ્રશિક્ષણ,સત્સંગી મહેશભાઈ કચરાભાઈ પ્રજાપતિ કન્ટ્રકશન પાટણ કટારિયા કંપની મુખ્ય મેનેજર, સત્સંગી રાણા જયેશભાઈ
,અમી ફાઉન્ડેશન પાટણ, સત્સંગી બંધુ અને જાણીતા પત્રકાર યશપાલ સ્વામી સહિત સમાજના આગેવાનો દ્વારા સરસ્વતી તાલુકા પોલીસ મથકે ઉપસ્થિત રહી શાલ,બુકે,ભગવત ગીતા અને શ્રી પદ્મનાભ ભગવાન ની પ્રસાદ રેવડી અપૅણ કરી શુભેચ્છાઓ પાઠવી સ્વાગત સાથે આવકાર્યા હતા.
પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા કરાયેલા સન્માન અભિવાદન ને નવ નિયુક્ત પીઆઇ રાકેશભાઈ એ સહષૅ સ્વિકાર કરી સમાજના લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here