સરસ્વતી તાલુકાના વાગડોદ ખાતે એગ્રો ઇનપુટ વિતરણ કેન્દ્રનો શુભારંભ

0
3


…………………
ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી ખેતી કરીએઃજિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયન
…………….

એગ્રી અભિયાન ફાર્મસ પ્રોડ્યુસર કંપની લિ., ઇફ્કો કિસાન, નાબાર્ડ દ્વારા આજરોજ સરસ્વતી તાલુકાના વાગડોદ ખાતે એગ્રો ઇનપુટ વિતરણ કેંદ્રની શરુઆત કરવામાં આવી છે. જેનું ઉદ્દઘાટન જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયનના હસ્તે કરવામાં આવ્યું હતુ. જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો અને મહાનુભાવોની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં એફ.પી.ઓ. વિશે માહિતી આપવામાં આવી હતી.તેમજ વિવિધ સ્ટોલ્સ પણ લગાવવામાં આવ્યા હતા જેમાં અલગ-અલગ કંપની દ્વારા ટ્રેક્ટર અને ડ્રોન પ્રદર્શન અર્થે મુકવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયને સંબોધન કરતા ઈઝરાયલની ખેતી પદ્ધતિ વિશે વાત કરતા જણાવ્યું હતુ કે, ઈઝરાયલ દેશમાં જમીન સારી નથી તેમ છતાં આજે સારા પ્રમાણમાં ત્યાં ખેતી થાય છે. તેઓ પાણીમાં ખેતી કરે છે. આપણે પણ ખેતીમાં વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરીએ. આજે તમામ કામમાં ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. ટેક્નોલોજીના માધ્યમથી માટીમાં શુ ઘટ છે, માટીમાં શેની જરૂર છે તમામ વિગતો સ્પષ્ટ થઈ જાય છે. મારી આપ સૌને વિનંતી છે કે, ડ્રોન ખેતીમાં કઈ રીતે ઉપયોગી થાય છે તેની સમજણ મેળવીને તેનો ઉપયોગ પણ ચાલુ કરીએ. આજે ટેક્નોલોજી જ ભવિષ્ય છે.

ઉલ્લેખનીય છે કે, પાટણ જીલ્લામાં ૨૦ જેટલા ખેડૂત સંગઠનો કામ કરી રહ્યા છે. જેમાથી ત્રણ સાંતલપુર તાલુકામાં કામ કરી રહ્યા છે. એગ્રો ઇનપુટ વિતરણ કેંદ્રમાંથી ખેડુતોને બિયારણ, રસાયણિક ખાતર વ્યાજબી ભાવે મળી રહેશે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયન, ટ્રેઈની IAS અધિકારીશ્રી વિદ્યાસાગર, નાયબ ખેતી નિયામક (વિ.) એ.આર.ગામી, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકટર- આત્મા ચિરાગભાઈ દેસાઈ, મદદનીશ ખેતી નિયામકશ્રી મુકેશભાઈ લિંબાચીયા, ઈફ્કો કિસાન મેનેજર શ્રી ધનજીભાઈ કાતરીયા, એગ્રી અભિયાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિ.મગનભાઈ રબારી, ઇફ્કો કિસાન સુવિધા લિ.મેનેજરશ્રી સંદીપભાઈ સોલંકી, તેમજ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતાં.

પ્રતિનિધિ -: ઠાકોર બિજોલસિંહ, સરસ્વતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here