સરકારી વિનયન કૉલેજ,અમીરગઢ ખાતે સરકારી નોકરી માટેના વિવિધ ભરતીના તાલીમ વર્ગ શરૂ કરાયો

0
12

અમીરગઢ

કોલેજના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક કોચિંગ કલાસ શુભારંભ કરવામાં રાયો

અમીરગઢની સરકારી વિનયન કૉલેજ,અમીરગઢ ખાતે વિવિધ કચેરીઓમાં સંભવિત જગ્યાઓની ભરતીમાટે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેના તા.01/12/20થી તા 22/12/2021 સુધી કોમ્પોનેન્ટ-09 અંતર્ગત નિ:શુલ્ક કોચિંગ કલાસ શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય વકતા તરીકે આઈ.ટી.આઈ કૉલેજ અમીરગઢના આચાર્ય, એમ.એન.પટેલ સાહેબનું ડૉ મંજુલાબેન પરમારે સ્વાગત કર્યું હતું. ડૉ.વિનોદભાઈ ચૌધરીએ મહેમાનનું શાબ્દિક પ્રવચન આપીને કોચીગ કલાસના કાર્યને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ મુખ્ય વક્તા દ્વારા વિદ્યાર્થીઓમા અજાગૃત મન પાસેથી કેવીરીતે કામ લઇ સફળતા પ્રાપ્ત કરવી તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું. જેમાં પ્રથમ દિવસે પી.એસ.ઈ અને કોન્સ્ટેબલ અને કલાર્ક જગ્યાની ભરતીઓ માટેના અભ્યાસક્રમને અનુરૂપ જુદાજુદા વિષયો પર બે કલાકના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના આચાર્ય ડૉ.નયનભાઈ કે. સોનારના માર્ગદર્શન હેઠળ ઇઓસી સેલના કન્વીનર ડૉ.એ.બી વાઘેલા અને ભુપેન્દ્રભાઈ ચડોખીયાએ કર્યું હતું.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here