સમી પોલીસે ટ્રેકટરની ટ્રોલી માં ટપક સિંચાઇ ની પાઈપો ની આડ માં લઇ જવાતો વિદેશી દારૂ નો જથ્થો ઝડપ્યો..

0
83

1306 બોટલ વિદેશી દારૂ સાથે રૂ.6.61 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી..

પાટણ તા.5
પાટણ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ ને ડામી દેવા રેન્જ આઇ જી જે.આર.મોથાલિયા અને પાટણ SP અક્ષયરાજ ની સુચના આધારે રાધનપુર DySP એચ.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ સમી PSI વાય.બી.બારોટની ટીમે શુક્રવારના રોજ સમી હાઈવે પર થી ટ્રેકટરમાં ટપક સિંચાઇ ની પાઈપો નીચે સંતાડી લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા ને ઝડપી લઈ ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બનાવની મળતી હકીકત મુજબ સમી પોલીસને ચોક્કસ આધારે બાતમી મળી હતી કે સમી હાઈવે ઉપર થી રાજસ્થાન પાર્સિંગના ટ્રેક્ટરમાં ટપક સિંચાઇ ની પાઈપો નીચે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જેથી સમી પોલીસ સ્ટેશન નાં પીએસઆઇ સહિત નાં સ્ટાફે હાઈવે પર વોચ ગોઠવી બાતમી મળેલ રાજસ્થાન પાસિંગના ટ્રેક્ટર પસાર થતા તેને ઉભું રખાવી તલાસી લેતાં
ટ્રેકટર ની ટ્રોલીમાં ટપક સિંચાઇ ની પાઈપો નીચેથી વિદેશી દારૂની બોટલો નંગ-1306 કિ.રૂ.4,05,128નો સાથે ટ્રેક્ટર-ટ્રોલી કિ.રૂ.2,50,000 અને રોકડ રકમ મળી કુલ
રૂ.6,61,378
નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રેક્ટર ચાલક પપ્પુરામ મીરાસી, વિકાસ ગોદારા અને ભંવરલાલ ગોદારા સામે પ્રોહિબીસનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here