સમી ના બાસ્પા ગામેથી નકલી મુન્નાભાઈ એમ.બી.બી.એસ એલોપેથીક દવાઓ સાથે ઝડપાયા…

0
48

ડીગ્રી વગર નકલી પ્રેક્ટિસ સાથે ગામડાની ભોળી પ્રજા ના સ્વાથ્ય સાથે ચેડા કરનાર નકલી ડોકટરો નો રાફડો ફાટ્યો છે ..હારીજ તથા ચાણસ્મા પંથક માં પણ આવી હાટડીઓ ધમ ધમી રહી છે…તાપસ જરૂરી…

પાટણ જિલ્લામાં નકલી ડોકટરોનો રાફડો ફાટયો છે ત્યારે અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીમાં ગામડામાં બેઠેલા ઊંટવૈઘ ડોક્ટરો પોતાની મનમાની ચલાવી અને ગામડાની ભોલી પ્રજા આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ પાટણ જિલ્લામાં નકલી ડોક્ટર પકડવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે ત્યારે પાટણ એસ.ઓ.જી પોલીસને મળેલ બાતમી આધારે શંખેશ્વર પાસેના બાસપા ગામે લોકોના આરોગ્ય સાથે રમત-ગમતો તેમજ ડીગ્રી વગરનો નકલી ડોક્ટર ઝડપી પાડયો હતો અને તેની સામે સમી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર પાટણ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં ત્રણ ડિગ્રી વગરના નકલી ડોક્ટર પકડાયા છે જેમાં ઝડપાયેલા બોગસ તબીબ સામે સમી પોલીસે ipc કલમ ૪૧૯ તથા મેડીકલ પ્રેકટીશનર એક્ટ કલમ 30 મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ સમી પોલીસે હાથ ધરી છે ત્યારે સની પંથકમાં બોગસ ડોક્ટરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જ્યારે ઝડપાયેલ ડોક્ટર પાસેથી 6552 નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે….

રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here