સમાન કામ સમાન વેતન સહિતના પ્રશ્નો ને લઈને પીઆઈયુ એન્જીનીયસૅ એસોસિએશન હેલ્થ નાં ઈજનેરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા..

0
68
ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા ઈજનેરો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કામગીરી ચાલુ રાખી..
પાટણ તા.2
સમાન કામ સમાન વેતન સહિત ની માંગ સાથે છેલ્લા દશ વર્ષથી સરકાર સામે ઝઝુમી રહેલા પીઆઈયુ એન્જીનીયસૅ એસોસિએશન હેલ્થ ના ઈજનેરો દ્વારા બુધવારના રોજ ફરી એકવાર સરકાર સામે પોતાની પડતર માંગણીઓ ને લઈને મોરચો માંડયો છે ત્યારે પાટણ ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા પીઆઈયુ એન્જીનીયસૅ એસોસિએશન હેલ્થ નાં ઈજનેરો દ્વારા સમાન કામ સમાન વેતન સહિત નાં પડતર પ્રશ્નો નાં નિરાકરણ માટે સરકાર સામે સુત્રોચ્ચાર કરી કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી હતી.
પાટણ ધારપુર હોસ્પિટલમાં આરોગ્ય સેવા સાથે કાયૅરત પીઆઈયુ એન્જીનીયસૅ એસોસિએશન હેલ્થ નાં ઈજનેરો દ્વારા સરકારી સેવાકીય કામગીરી ચાલું રાખી ને પોતાની પડતર માંગણીઓ સંતોષવા સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.જેમા મોટી સંખ્યામાં પાટણ ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા પીઆઇયુ એન્જીનીયસૅ એસોસિએશન હેલ્થ નાં ઈજનેરો જોડાયા હતા.
કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here