સમાજના નવયુવાનોને જાગૃત કરી દિશા આપવાનું કાર્ય કરતુ વણકર સમાજ

0
0

વણકર સમાજ દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન : રાજ્યભરમાંથી કુલ ૪૪ ટીમો ભાગ લેશે

વણકર સમાજને એકતાંતણે બાંધવા માટે વડોદરા એસઆરપી પોલીસ સ્કુલ લાલબાગ ખાતે ઓલ ગુજરાત વણકર સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી કુલ ૪૪ ટીમોએ ભાગ લીધો છે. સમાજના પ્રતિનિધ મુજબ આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉદ્દેશ મનોરંજનની સાથે સમાજના યુવાનોને એકત્રિત કરીને જાગૃત કરવાનું છે. આજે સમયની સાથે ટેક્નોલોજી વધી છે. આ ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને સમાજના યુવાનો સમાજનું નામ રોશન કરે, વડીલોનું સન્માન કરે અને સમાજના વિકાસમાં એક મજબુત આધારસ્તંભ બની રહે તેવા આશય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દરેક સિક્કાના બે પાસાઓ હોય છે તેવી જ રીતે ટેક્નોલોજીનો અસરકારક અને દૂરઉપયોગ કરનારાઓ છે. ટેક્નોલોજી આજે આપણી પ્રાથમિક જરૂરિયાત બની રહી છે. એવામાં બાળકો હોય કે નવયુવાનો ટેક્નોલોજી પર વધુ પડતા નિર્ભર થઈ રહ્યા છે. એવા બાળકો-નવયુવાનો મોબાઈલથી દૂર રહે અને જમીની રમતને અપનાવે તે માટે વણકર સમાજે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીને સમાજના નવયુવાનોને જાગૃત કરીને એક દિશા આપવાનું કાર્ય કર્યુ છે. સમાજના પ્રતિનિધિના જણાવ્યા મુજબ આ ટુર્નામેન્ટ થકી સમાજની એકતાને તાકાત મળશે. તેમજ એકબીજાને મદદરૂપ થવા માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થશે.

૦૦૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here