સબ જેલ મોરબી ખાતે ૨ ઓકટોબરના રોજ ગાંધીજયંતી ની અનોખી ઉજવણી કરવામાં આવેલ

0
7

અત્રે ઉલ્લખનીય છે કે મોરબી જિલ્લામાં સબ જેલ ખાતે દરેક તહેવારની ઉજવણી વિશિષ્ઠ રીતે કરવામાં આવે છે. આ પરંપરા ને નિભાવવા ૨ ઓકટોબર ગાંધીજયંતી નિમિતે સબજેલના તમામ બંદિવાનો ને માસ્ક, સેનીટાઈઝર તથા શરીર સ્વચ્છતા માટે નહાવાના સાબુનું વિતરણ કરવામાં આવ્યું. મોરબી સબજેલના જેલર એલ.વી.પરમારના વડપણ હેઠળ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો – ઓ્ડીનેટર પિયુષભાઈ જોષી,ટીબીએચવી નિખિલ ભાઈ ગોસાઈ, લેપ્રસી પેરમેડિકલ વર્કર ધર્મેન્દ્રભાઈ વાઢેર, નવજીવન ટ્રસ્ટ માંથી મોહસીનભાઈ બોદર, અનમોલ ટ્રસ્ટ માંથી ભાવેશભાઈ ગોહિલ, તથા યશભાઈ જોષી, શ્વેતના પ્રોજેક્ટ ના રાજેશભાઈ લાલવાણી, દ્વારા કોરોના મહામારી સામે સુરક્ષા મળી રહે તેવા ઉમદા હેતુથી બંદિવાનો માં આરોગ્ય કાર્યક્ર્મ વિશે જાગૃત કરી વિશેષ રીતે સુરક્ષિત અને સલામત રહે તે માટે સમજણ આપી માસ્ક, સેનીટાઇઝર,તથા સાબુનું વિતરણ કરી ગાંધીજયંતી ની ઉજવણી કરી હતી.
રીપોર્ટર
મયંક દેવમુરારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here