સદવિચાર પરિવાર દ્વારા રાવોલ ગામે ગરમ ધાબળા વિતરણ કાર્યક્રમ.

0
6

ઇડર તાલુકાના રાવોલ ગામે 4 જાન્યુઆરી 20 22 ને મંગળવાર ના રોજ રાવોલ પ્રાથમિક શાળામાં ગામના જરૂરીયાત મંદ લોકોને સદવિચાર પરિવાર હિંમતનગર આયોજિત ગરમ ધાબળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ,મંત્રી કનકસિંહ ડોડીયા, હર્ષદભાઈ ત્રિવેદી તથા સદવિચાર પરિવાર કમિટી સભ્યોની હાજરીમાં ધાબળા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શાળાના શિક્ષક ઈશ્વરભાઈ પટેલ દ્વારા હાજર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કનકસિંહ સાહેબ દ્વારા સદવિચાર સંસ્થાની વિવિધ પ્રવૃતિઓ વિશે ગામલોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here