સઘન મિશન ઈન્દ્રધનુષ 4.0 અંતર્ગત 0 થી 2 વર્ષ સુધીના બાળકો અને સગર્ભા મહિલાઓનું રસીકરણ કરાશે.

0
21

ડોર-ટુ-ડોર સરવે કરી પોલીયો, જન્મજાત ટી.બી., ડીપ્થેરીયા, જેવા ઘાતક રોગો સામે રક્ષણ માટે રસીકરણ કરાવવા જનજાગૃતિ કેળવવા
માં આવશે..

પાટણ તા.૬
માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મિશન ઈન્દ્રધનુષ 4.0 શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં આગામી તા.07 ફેબ્રુઆરીથી તા.13 ફેબ્રુઆરી સુધી રસીકરણથી વંચીત રહેલા 0 થી 2 વર્ષ સુધીના બાળકો અને સગર્ભા મહિલાઓને રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો તેમજ નક્કી કરેલ રસીકરણ કેન્દ્રો ખાતે સઘન મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત રૂટીન રસીકરણથી વંચિત રહી ગયેલા તેમજ અધૂરી રસીઓ મૂકાવેલી હોય તેવા 0 થી 2 વર્ષ સુધીના બાળકો અને સગર્ભા મહિલાઓને રસીઓ આપવામાં આવશે.
સઘન મિશન ઈન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા 0 થી 2 વર્ષની ઉંમર સુધીના રસીકરણથી વંચિત રહેલા અથવા અધૂરી રસીઓ મૂકાવેલી હોય તેવા તમામ બાળકોનો ડોર-ટુ-ડોર સરવે કરી તેમના માતા-પિતાઓને સંપૂર્ણ રસીકરણ કરાવવા તથા સગર્ભા મહિલાઓને ધનુર વિરોધી રસીના બે ડોઝ સહીતની માહિતી એકત્ર કરી સંપૂર્ણ રસીકરણ કરવામાં આવશે.
આ ઉપરાંત રસીકરણથી બાળમૃત્યુ તેમજ બાળકોને પોલીયો, જન્મજાત ટી.બી, ડીપ્થેરીયા, મોટી ઉધરસ જેવા ઘાતક રોગોના ભોગ બનતા અટકાવી શકાય છે તે અંગે જનજાગૃતિ કેળવવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here