સંવિધાન શક્તિ યુગ દિવસ ની ઉજવણી રાજસ્થાનમા પણ કરવામા આવશે’

0
7


ગુજરાત સહીત ભારત ભર માં ૭૨ માં સંવિધાન શક્તિ યુગ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી ત્યારે પાટણ જિલ્લા ના ૫૦૦ ગામો સહિત રાજ્સ્થાન ના આબુરોડ અને પિંડવાડા તાલુકા ના ૬૦ થી વધારે ગામો માં ઉજવણી કરી સંવિધાન નુ સન્માન કરવામાં આવશે જેમાં પાટણ નવ સર્જન ટ્રસ્ટ ની ટીમ દ્વારા સતત ચાર દિવસ ના પ્રવાસ દરમ્યાન ૨૦ થી વધારે ગામો માં મીટીંગો કર્યા બાદ રાજસ્થાન નાં પિંડવાડા તાલુકા ના ભારજા ગામે ૬૦ થી વધારે ગામો ના ૪૫૦ થી વધારે લોકો ની મીટિંગ મળી હતી જેમાં નવ સર્જન ટ્રસ્ટ ની કામગીરી તથા સંવિધાન શક્તિ યુગ દિવસ ની ઉજવણી ની માહિતી આપવામા આવી હતી અને ડૉ બાબાસાહેબ આંબેડકરે કરેલા કાર્યો વિષે વીર મેધ માયા ના ઈતિહાસ વિશે પણ માહિતી આપવામા આવી હતી સાથે હાજર તમામ લોકોને સંવિધાન શક્તિ યુગ ના પોસ્ટર આપવામા આવ્યાં અને આંબેડકર સેવા સમિતિ ના સભ્યો દ્વારા રાજસ્થાન નાં શિરોહી જિલ્લાના તમામ ગામો માં સંવિધાન શક્તિ યુગ દિવસ ની ઉજવણી કરવાનું આયોજન કરવામા આવ્યુ હતુ
આંબેડકર સેવા સમિતિ ના સભ્યો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંવિધાન શક્તિ યુગ દિવસ ૨૬/૧૧/૨૧ ની સાંજે સાત વાગે દરેક ઘરે ઘરે તથા જાહેર મા દીપ પ્રગટાવી ઉજવણી ના કાર્યક્રમો કરવાની નેમ વ્યક્ત કરી હતી સ્થાનીક આગેવાનો એ તમામ કાર્યક્રમ ની જવાબદારી લીધી હતી કાર્યક્રમ ની જાણકારી અર્થે મીટીંગો માટે પાટણ થી
નરેન્દ્રભાઇ એમ પરમાર સામાજિક કાર્યકર
મોહનભાઈ પી પરમાર
અમૃતભાઈ કે સેધવ
રતીલાલ આર મકવાણા
જગદીશભાઇ પરમાર અને
સવારામ પારેગી રાજસ્થાન
ખાસ હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here