સંડેર વૃધ્ધાશ્રમ ખાતે મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા ગુલાબ ની ખેતી આરંભી આત્મ નિર્ભર બનવાનો નિશ્ર્ચય કરાયો..

0
4

મહિલાઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા પૂરી પાડનાર મહેસાણા ACF રેણુ શ્રેયસ પટેલ નો આભાર વ્યક્ત કરાયો..પાટણ તા.9ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં સૌને આત્મ નિર્ભર બનવા માટે કરાયેલી હિમાયત ને સાચાં અથૅ માં મૂળ પાટણ તાલુકાના સંડેર ગામના પુત્ર વધુ મહિલા અગ્રણી અને હાલમાં મહેસાણા ACF રેણુ શ્રેયસ પટેલે ચરિતાર્થ કરી બતાવ્યો છે.મૂળ પાટણ તાલુકાના સંડેર ગામે પરણેલા રેણુ શ્રેયસ પટેલે સંડેર ગામની મહિલાઓ ને આત્મ નિર્ભર બનાવવાનાં શુભ ઉદેશ સાથે સંડેર મહિલા ઉત્કર્ષ મંડળ નાં સહિયોગ થી સંડેર વૃધ્ધાશ્રમ ખાતે ગુલાબની ખેતી કરવામાં આવી છે.જેમાં મહિલા ઉત્કર્ષ મંડળની બહેનો દ્વારા 100 દેશી ગુલાબનું વાવેતર કરવામાં આવ્યું છે.એક અંદાજ મુજબ નિત્ય એક ગુલાબ નો છોડ 10 ગુલાબ આપે તો 100 ગુલાબ નાં છોડ નિત્ય 1000 ગુલાબ આપશે અને એક ગુલાબ ની કિંમત એક રૂપિયો ગણીએ તો એક દિવસ ના 1000 ગુલાબ ની આવક પણ રૂ.1000 ઉપજે અને 30 દિવસ ના 30000/ આવક એક અંદાજ મુજબ મળી રહે તેવાં ઉદ્દેશ સાથે મહિલાઓને સ્વરોજગારી માટે નો એક innovative idea જે સંડેરની ઉત્કર્ષ મહિલા મંડળની મહિલાઓને કાર્યની નવી દિશા આપનાર બની રહેશે. સાથે સાથે વૃધ્ધાશ્રમ માં રહેતા વડીલો ને નયન રમ્ય વાતાવરણ પણ મળી રહેશે.સંડેર વૃધ્ધાશ્રમ ખાતે મહિલા ઉત્કર્ષ મંડળ ની મહિલાઓને આત્મ નિર્ભર બનાવવાનાં શુભ સંકલ્પ સાથે પ્રેરણા પૂરી પાડનાર મહેસાણા ACF રેણુ શ્રેયસ પટેલ નો ઉત્કર્ષ મહિલા મંડળની બહેનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here