સંજેલી તાલુકાના કાવડા ના મુવાડા ગામે સાંસદ ના હસ્તે કસ્તુરબા વિદ્યાલય નું લોકાર્પણ કરાયું.

0
8

1.40 કરોડના ખર્ચે છેવાડાના વિસ્તારમાં અધતન સુવિધાઓ યુક્ત કન્યા છાત્રાલય શરૂ કરાઈ.સંજેલી તાલુકાના કાવડા ના મુવાડા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નું લોકાર્પણ સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.1.40 કરોડના ખર્ચે અધતન સુવિધાઓથી યુક્ત કન્યા છાત્રાલય શરૂ કરાઇ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આંબલીયાર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર, જિલ્લા મહિલા મોરચાના રુચિતા બેન રાજ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ સહિત શિક્ષક સ્ટાફ ગ્રામજનો અને પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે અગાઉના સમયમાં ગરીબ વિદ્યાર્થીઓને વિવિધ સમસ્યાઓ નો સામનો કરવો પડતો હતો જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ સુવિધાઓથી યુક્ત નવી શાળા કોલેજો શરૂ કરી દેવાઇ છે પોતાના વિસ્તારમાં શિક્ષણ મળી રહે તેવી સુવિધા અપાય છે. ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.રીપોર્ટર દિલીપ પ્રજાપતિ.. ફતેપુરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here