Home BG News સંજેલીના વાસિયાધામ ખાતે બેનેશ્વર ધામના મહંતનું સ્વાગત કરતા દંડક રમેશભાઈ કટારા.

સંજેલીના વાસિયાધામ ખાતે બેનેશ્વર ધામના મહંતનું સ્વાગત કરતા દંડક રમેશભાઈ કટારા.

0

બેણેશ્વર ધામમાં શિખર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મિટિંગ નું આયોજન કરાયું હતું

સંજેલી.

 સંજેલી તાલુકાના હરી મંદિર (વાસિયા ધામ) વાંસિયા ખાતે પરમ પૂજ્ય સ્મરણીય વંદનીય ૧૦૦૮ શ્રી અચ્યુતાનદજી મહારાજ પધાર્યા હતા. શ્રી હરિમંદિર સ્વર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવ બૈણેશ્વર ધામ (રાજેસ્થાન) ના આયોજન અંગેની મિટિંગ યોજાઈ હતી જેમાં ગુજરાત સરકારના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ બેનેશ્વર ધામના મહંત નું સ્વાગત કર્યું હતું. ગાદીપતિ અચ્યુતાનંદજી ની આરતી કરવામાં આવી હતી અને દર્શનનો લાવો લીધો હતો. કાર્યક્રમમાં દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે ગુરુ મહારાજ માવજી મહારાજે અગાઉના સમયમાં કહેલી સત્યવાણી સાચી પડી રહી છે. માવજી મહારાજના કયા પ્રમાણે જ બધું થઈ રહ્યું છે. જેથી હવે આપણે જાગવાની જરૂર છે શક્તિ અને ભક્તિ કરશું તો જ ભારત દેશને નંબર વન પર લાવી શકીશું. બેનેશ્વર ધામના ગાદીપતિ અચ્યુતાનંદ સ્વામી એ પણ ઉપસ્થિત ભક્તોજનો ને આશીર્વાદ વચન આપ્યા હતા તેમ જ બેનેશ્વર ધામમાં યોજનાર કાર્યક્રમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. નિષ્કલંક ભગવાનના દસ અવતારના પ્રતિમાઓ સાથે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જેના કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version