સંકલ્પ સંસ્થા દ્વારા અવરિત પણે કરાતી આયુર્વેદિક ઉકાળા વિતરણ ની સેવા..

0
3

વોર્ડ નંબર ૭ માં આવેલા વિવિધ ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરાયું…

પાટણ તા.18
સંકલ્પ સંસ્થા પાટણ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનકર્તા એવા રીલાયન્સ ફાઉન્ડેશન ના માર્ગદર્શન હેઠળ અને સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ના સહયોગથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર થી રક્ષણ મેળવવા તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા આર્યુવેદિક ઉકાળાનું અવિરત પણે શહેરના વિવિધ વિસ્તારોમાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મંગળવારે શહેરના વોડૅ નં 7 નાં વિવિધ વિસ્તારો જેવા કે ટેલીફોન એક્ષચેન્જ રોડ, પદમેશ્વર મહાદેવ,મીનળપાર્ક, પદ્મપાર્ક,સુરમ્ય બંગલોઝ માં ઘરે ઘરે જઈને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વોર્ડ નંબર 7 ના વિવિધ વિસ્તારમાં ઉકાળા કેમ્પ નું આયોજન સવારે 8 વાગ્યા થી રાખવામાં આવેલ જેમાં વોર્ડ નંબર સાતના આ વિસ્તારના મોટી સંખ્યામાં લોકોએ આયુર્વેદિક ઉકાળાનો લાભ
લઈને સંકલ્પ સંસ્થાના પ્રવૃત્તિ ને સરાહનીય લેખાવી હતી.
આ સેવા પ્રવૃતિ માં સંકલ્પ સંસ્થાના પ્રમુખ અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા, શક્તિ કેન્દ્ર વોર્ડ નંબર 7 ના સંયોજક જીગ્નેશ સોની, સક્રિય કાર્યકર્તા ધમશીભાઈ દેસાઈ, સંજય પ્રજાપતિ સહિતના સેવાભાવી યુવાનો એ ઉકાળા વિતરણ કાર્યક્રમ માં સહભાગી બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here