BG News શ્રી સરસ્વતી શીશુમંદિર, અંતરજાળના નેતૃત્વ હેઠળ યજ્ઞયાત્રા દ્વારા કરાયું સમગ્ર ગામનું વૈદિક સેનેટાઈઝેશન. By Banas Gaurav News - May 27, 2021 0 16 વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાએ રાક્ષસી પંજો સમગ્ર દેશ, દુનિયામાં જમાવ્યો છે ત્યારે જનસમાજ તેનાથી ખુબ જ ત્રસ્ત છે. લોકો શારીરિક સાથે માનસિક પીડા અનુભવી રહ્યા છે ત્યારે વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર અંતરજાળ દ્વારા કોરોના ને લડત આપવા અને ગ્રામજનોના શારીરિક આરોગ્ય સાથે માનસિક શાંતિ માટે તારીખ ૧૬-૦૫-૨૧, રવિવારના રોજ સમગ્ર ગામમાં એક સાથે, એક જ સમયે યજ્ઞયાત્રા કાઢવામાં આવી હતી. વૈદિક પરંપરા મુજબ અગ્નિહોત્ર યજ્ઞની શરૂઆત સૂર્યાસ્ત સમયે વિદ્યાલયથી કરી અને ગાયનું ઘી, અડાયા, કપૂર, યજ્ઞસામગ્રીના ધૂપનો ધુમાડો આખા ગામમાં ગાયત્રીમંત્રના, છંદોબધ ગાન સાથે પ્રસાર કરવામાં આવ્યો જેના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે અને વાયરસ, બેક્ટેરિયા જેવા જંતુઓ નાશ પામે આ કાર્યક્રમમાં યજ્ઞ માત્ર કર્મકાંડ ન બની રહે અને બધાનો ભાવ તેમાં જોડાય તે માટે વિદ્યાલયના પૂર્વછાત્રો ભાવેશભાઈ, સગરભાઈ, મીતભાઈ હરિભાઈ તેમજ દેવાંગભાઈ એ ખૂબ જ મહેનત ઉઠાવી ગામની યુવા ટીમને પણ જોડી જેમાં કિરણભાઈ બવા ના નેતૃત્વ હેઠળ યુવાનો પણ જોડાયા એક એક વ્યક્તિના ભાવ સ્પંદનો કોરોનાની અસર નેગેટિવ થાય અને મન પોઝિટિવ બને તે માટે જોડાયા. યજ્ઞ સામગ્રી સાથે વાયુમંડળની શુદ્ધ થઈ તો ગાયત્રીમંત્ર સાથે મન શાંત અને કટિબદ્ધ બન્યું માનો એક નવચૈતન્યું નું મોજું ગામમાં ફરી વળ્યું આ કાર્યક્રમને પ્રેરના આપવા ગામના અગ્રણી આગેવાનો એવા શ્રી નવીનભાઈ મ્યાત્રા , શ્રી શામજીભાઈ બવા, શ્રી શંભુભાઈ મ્યાત્રા, શ્રી દેવજીભાઈ આગરિયા, પૂર્વ સરપંચ શ્રી સધાભાઈ પણ ઉપસ્થિત રહ્યા. શ્રી અખિલેશભાઈ આર્યના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ ચાલ્યો હતો અને શ્રી ગીતાબેન સોનીએ આભારવિધિ અને શાંતિમંત્ર દ્વારા કાર્યક્રમનું સમાપન કર્યું.