શ્રી બ્રહમ સમાજ સેવા ટ્રસ્ટ , પાટણ સંચાલિત . ચાઈલ્ડ હેલ્પ લાઈન – ૧૦૯૮ ટીમ દ્વારા ગુમ થયેલ બાળક ને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું …

0
3

બાળક મળતાં પરિવારજનો દ્વારા ચાઈલ્ડ હેલ્પ લાઇન ટીમ અને પોલીસ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા.૭
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવી દિલ્લી અનુદાનિત અને ચાઈલ્ડ લાઈન ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગ થી શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત ચાઈલ્ડ લાઈન – ૧૦૯૮ પરિવાર થી વિખુટા પડેલ ૬ વર્ષ ના બાળક ને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવતાં પરિવાર જનો દ્વારા સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગત તારીખ : ૬ / ૧૦/૨૦૨૧ ના સાંજના સમયે જુનાગંજ વિસ્તારમાં એક ૬ વર્ષ નું બાળક તેની માતા થી વિખૂટું પડી ગયેલ જેની જાણ શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત ચાઈલ્ડ હેલ્પ લાઇન નંબર ઉપર જાણ કરવામાં આવતા ટીમ નાં સભ્યોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા બાળક રડતું અને ગભરાયેલ જોવા મળેલ , ટીમ દ્વારા બાળક ને વિશ્વાસ માં લઇ તેની સાથે વાતચીત કરી તેના પરિવાર વિશે જરૂરી માહિતી મેળવી ચાઈલ્ડ લાઈન – ૧૦૯૮ ટીમ દ્વારા જુનાગંજ વિસ્તારમાં બાળક ના માતા ની શોધખોળ કરતા બાળક નો પરિવાર મળી આવતાં બાળક અને તેની માતા અને પરિવારજનો ના જરૂરી આધાર પુરાવા ચકાસી ને બાળક ને એ – ડીવીઝન પોલીસ સ્ટેસન નો સંપર્ક કરી પોલીસ કર્મચારી ને સાથે રાખી ને બાળ કલ્યાણ સમિતિ ( CWC ) પાટણ તેમજ જીલ્લા બાળ સુરક્ષા અધિકારી પાટણ ના માર્ગદર્શન હેઠળ બાળક ને તેના પરિવાર ને સોપવામાં આવતાં પરિવાર જનોએ
ચાઈલ્ડ લાઈન ટીમના ચિરાગ ઠાકર , જયશિવ રાવલ અને પટેલ દર્શાલી સહિત પોલીસ સટાફનો આભાર વ્યક્ત કર્યો હતો તો ટીમ દ્વારા ૦ થી ૧૮ વર્ષ સુધીના કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો મળી આવે તો – ૧૦૯૮ ઉપર સંપર્ક કરવા માટે નમ્ર અપીલ કરી ચાઈલ્ડ હેલ્પ લાઈન -૧૦૯૮ વિશે ત્યાં ઉપસ્થિત તમામ લોકોને માહિતગાર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here