શ્રી જલીયાણ સેવા ગ્રૃપના સહયોગથી સે. ૩ ખાતે રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા જરૂરીયાતમંદ બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિવિધ વસ્તુઓનું વિતરણ

0
10

રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર અને શ્રી જલીયાણ સેવા ગ્રૃપ દ્વારા સેક્ટર-૩ ખાતે જરૂરિયાતમંદ બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે અનેક ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું.
ઉત્તરાયણનું પર્વ બાળકોમાં ખૂબ આનંદ લાવતો હોય છે જેથી આ પર્વનો આનંદ ઝૂંપડપટ્ટીના જરૂરિયાતમંદ બાળકો પણ માણી શકે તેવા ઉમદા હેતુથી આ બંને સંસ્થાઓ દ્વારા ૬૦ જેટલા શિક્ષણનો લાભ લઈ રહેલા બાળકોને પતંગ, ફીરકી, ચણા, કચોરીયું, ચોકલેટ, ચોપડા, પાણી બોટલ સહિત અનેક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાળકો આ તમામ વસ્તુઓ મેળવી ખૂબ જ આનંદમાં આવી ગયેલ અને શિયાળામાં કચોરીયું તેમને ખાવા મળશે તે બાબતે તેઓની ખૂબ જ ગમ્યું હતું.
આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના શ્રીમતી અમીબેન શાહ, સેક્રેટરી શ્રી પાર્થ ઠક્કર, રોટે. શ્રી યશવંત જાેશી, રોટે. શ્રી અશ્વિન શર્મા, શ્રી વિભાબેન ઠક્કર સહિત શ્રી જલિયાણ સેવા ગ્રૃપના સદસ્યો ખાસ ઉપસ્થિત રહેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here