શ્રી ઘનશ્યામ હાઇસ્કુલ ધામણોદ શાળામાં વેક્સિનેશન નો કાર્યક્રમ યોજાયો

0
13

પંચમહાલ

પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકાની શ્રી ઘનશ્યામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વેક્સિનેશન નો કાર્યક્રમ યોજાયો. સરકારશ્રીના આદેશ અનુસાર 15 થી 18 વય જૂથના વિદ્યાર્થીઓને covid-19 વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો .જેમાં જિલ્લા શિક્ષણાધિકારી ઓફીસ માંથી EI શ્રી આરત સિહ બારીયા. તથા સ્કૂલના આચાર્ય શ્રી અવલસિંહ બારીયા. તેમજ સુપરવાઇઝર શ્રીમતી નીતાબેન બારૈયા.તથા ડોક્ટર ભાર્ગવી ચૌહાણ. કિશોરભાઈ વાઘેલા, શૈલેષભાઈ વાળંદ, દિવ્યાબેન બારીયા, ઈચ્છાબેન બારીયા, મનિષાબેન બારીયા, હિરલબેન પટેલ ,નટુભાઈ બારીયા, આશા ફેસીલેટર તેમજ આશાવર્કર ની સમગ્ર ટીમ અને ઘનશ્યામ હાઈસ્કૂલ ધામણોદ ના તમામ સ્ટાફ મિત્રોની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો. E I શ્રી આરત સિહ બારીયા દ્વારા બાળકોને વેક્સિનેશન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળામાં ભણતા લગભગ 500 જેટલા બાળકોને રસી આપવામાં આવી હતી. તેમજ રસી આપ્યા બાદ સરકારશ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે પાલન પણ કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ… જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here