શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ ભરૂચ દ્વારા સ્નેહ મિલન સમારોહ ૨૦૨૩ ભરૂચ ખાતે યોજાઈ ગયો

0
0

શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ ભરૂચ દ્વારા નૂતન નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ ૨૦૨૩ અંતગૅત ભરૂચ ખાતે વસતા કડવા પાટીદાર સમાજના પરિવારોના સ્નેહ મિલન સમારોહ ભરૂચ ખાતે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભુવનમા તા.૨૪-૧૨-૨૦૨૩ ને રવિવારે યોજાઈ ગયો આ સ્નેહ મિલન સમારોહ માં સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોના કડવા પાટીદાર સમાજના પરિવારો ધંધા રોજગાર અથે ભરૂચમાં કાયમી સ્થાયી થયેલા છે તે તમામ પરિવારોનો સ્નેહ મિલન સમારોહ સને ૨૦૦૧ના વર્ષથી દર વર્ષે નિયમિત રીતે યોજવામાં આવે છે આ સ્નેહ મિલન સમારોહમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ ઊંઝા સંસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ ઊંઝા સંસ્થાનના ભોજનાલય સમિતિના ચેરમેન શ્રી હરગોવનભાઇ પટેલ ઊંઝા સંસ્થાનના કારોબારી સભ્ય શ્રી રોનકભાઇ પટેલ તેમજ ઉધોગપતિ શ્રી મફતભાઈ એમ પટેલ શ્રી શિરીષભાઈ પટેલ શ્રી ઠાકોરભાઈ પટેલ અને મહિલા આગેવાનો તેમજ સમારંભના અતિથિ વિશેષ તરીકે ભરૂચ ના પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ સામાજિક સંનિષ્ઠ કાયૅકર શ્રી પરસોત્તમભાઈ પટેલ અને ખેડા જિલ્લા મિડીયા કન્વીનર શ્રી પી.એ.પટેલ સાથે અનેક મહાનુભાવો સમાજ શ્રેષ્ઠીઓ ભાઇઓ બહેનો વડીલો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં સ્વાગત દીપ પ્રાગટ્ય સ્વાગત ગીત મહેમાનોનો પરિચય સાથે સાથે પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના ઉદબોધનમાં પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા ઉંઝા સંસ્થાનના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાગટ્ય અને ધાર્મિક મહત્વ સંબંધિત વિસ્તૃત જાણકારી આપી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે ચાલતી વિવિધ યોજનાઓ અને કામગીરી સંબંધિત વિગતો સાથે જાણકારી આપી હતી અને ભરૂચ જિલ્લાના કડવા પાટીદાર સમાજના ભાઇઓ બહેનોને પોતાની માતૃસંસ્થા ઉંઝા સંસ્થાન સાથે જોડાયેલા રહેવા ખાસ અપીલ કરી હતી ઉંઝા સંસ્થાના સંગઠન ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ભરુચ જીલ્લા અને તમામ તાલુકાઓમાં અને સમાજના તમામ ગામડાઓમાં સંગઠન માળખાની રચના કરી ભાઇઓ અને બહેનોનુ સંગઠનને મજબૂત કરવા હાકલ કરી હતી અને સંગઠન દ્વારા કડવા પાટીદાર સમાજને તમામ ક્ષેત્રે ઉપયોગિતા બાબતે વિવિધ દષ્ટાંત સાથે વિસ્તૃત માહિતી આપી હતી આમ આ સમારોહમાં ઉપસ્થિત વિવિધ મહાનુભાવોએ અને વિશિષ્ટ તેજસ્વી તારલાઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને દર વર્ષે નિયમિત રીતે આ પ્રકારના સમારોહ યોજાતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ સમગ્ર સફળ સમારોહનુ આયોજન સંકલન અને સંચાલન બહું જ ઉત્સાહી યુવા પ્રતિભા શ્રી રવિભાઈ પટેલ અને તેમની ટીમે કરી સફળ સમારોહનુ ભોજન સમારંભ સાથે સમાપન કરવામાં આવ્યું હતું

💐જય શ્રી ઉમિયા 🙏પી.એ.પટેલ મિડીયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા 💐💐🙏🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here