શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓના વરદહસ્તે રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના લીલવાસાની શ્રી સરદાર પટેલ વિદ્યાલય ખાતે ૧૦૯ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા

0
2

રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જીલ્લાના ચાર ચૌખલા વાગડમાં લીલવાસા ખાતે આવેલી શ્રી સરદાર પટેલ વિદ્યાલયના આઠમા વા‌ષિકોત્સવ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સન્માનિત કરવાનો સમારોહ તા.૩૧-૧૨-૨૦૨૩ ને રવિવારે યોજાઇ ગયો આ સમારોહમા શ્રી કમલ પાટીદારના અધ્યક્ષ સ્થાને અને અતિથિ વિશેષ મુખ્ય મહેમાન તરીકે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અન્ય મહેમાનોમાં ઉંઝા સંસ્થાનના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ ઉંઝા સંસ્થાનના મિડીયા કન્વીનર શ્રી પી.એ.પટેલ ચિત્રીના શ્રી રમેશભાઈ પાટીદાર શ્રી ડેવિડ પાટીદાર પૂર્વ જીલ્લા ઉપપ્રમુખ શ્રી પ્રેમકુમાર પાટીદાર કોંગ્રેસ જીલ્લાધ્યક્ષ શ્રી વલ્લભરામ પાટીદાર શિક્ષણ સમિતિના શ્રી નાથૂલાલ પાટીદાર ઉદેપુર થી શ્રી હીરાલાલ પાટીદાર શ્રી રામજી પાટીદાર શ્રી લાલશંકર પાટીદાર શ્રી કેવલરામ પાટીદાર શ્રી મણીલાલ પાટીદાર શ્રી રામલાલ પાટીદાર શ્રી રોશનલાલ પાટીદાર અને શ્રી સરદાર પટેલ વિધાલયના આચાર્યશ્રી અને તેમની સમગ્ર ટીમ તથા અનેક સામાજિક તેમજ રાજકીય મહાનુભાવો સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી સ્વાગત ગીત સાથે મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત ઉદબોધન શિક્ષણ સમિતિના શ્રી ભુરાલાલ પાટીદારે કયું હતું સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા.

ઉંઝા સંસ્થાના સંગઠન ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલે પોતાના ઉદબોધનની શરૂઆત શ્રી સરદાર પટેલ સાહેબ અને શ્રી ઉમિયા માતાજી ના જયધોષ સાથે કરી આકષૅક તેજસ્વી છટામાં પોતાનુ વક્તવ્ય આપ્યું હતું જેમાં આજના યુગમાં સંગઠન અને શિક્ષણ બંને સમાજ માટે અતિ આવશ્યકતા અને આજના સમયની માંગ છે તેના સિવાય સમાજનો વિકાસ અને ઉન્નતિ શક્ય નથી જે બાબતે દષ્ટાંત સાથે વિગતવાર સમજ આપી હતી આજના યુગમાં સફળતા અને વિકાસ માટે શિક્ષણ અને સંગઠનની જરૂરિયાત સમજાવી હતી સમારોહમાં નાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા સમાજના તેજસ્વી તારલાઓ કે જેઓએ શિક્ષણમાં સફળતા પ્રાપ્ત કરનાર અને સરકારી સેવામા નિમણૂક પામનાર ૧૦૯ જેટલા તેજસ્વી તારલાઓને સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે પ્રતિક ચિહન અને પ્રશિશસ્ત પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સન્માનિત તારલાઓમાથી અમુકે પોતાના પ્રતિભાવો રજુ કયૉ હતા આ સમારોહમાં વિશાળ સંખ્યામાં બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી આ સફળ સમારોહનુ સંકલન અને સંચાલન શ્રી ડાહ્યાલાલ પાટીદાર અને શ્રી ખેમરાજ પાટીદારે કયું હતું અને ભોજન સમારંભ સાથે સફળ સમારોહનુ સમાપન કરવામાં આવ્યું હતું 🙏જય શ્રી ઉમિયા 🙏પી.એ.પટેલ મિડીયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here