શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રા.શાળા ખાતે માતૃ પિતૃ પૂજન સમારોહ યોજાયો

0
83

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી એસ.સી.સાળવી અને શ્રીમતી એમ.એસ.સાળવી પ્રાથમિક શાળા,પાલનપુર ખાતે વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય એવી સુભાવના સાથે માતૃ પિતૃ પૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું.


આ પ્રસંગે મંડળના સદસ્ય રોહિતભાઇ ભૂટકા,સમાજ અગ્રણી દિનેશભાઇ નવેરીયા સહિત વિદ્યાર્થીઓનાં માતા-પિતા સવિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.
આ સમારોહમાં માતા-પિતાનુ આપણાં જીવનમાં વિશેષ મહત્વ એ વિષય ઉપર શાળાના બાળકોએ વકતવ્યો-ગીતો-અભિનય નૃત્ય રજુ કર્યા હતાં.તદ્ઉપરાંત,વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનુ કુમકુમ તિલક કરી,પુષ્પ અર્પણ કરી પૂજન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.
આ કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલમા માર્ગદર્શન હેઠળ આચાર્ય મહેશભાઇ પટેલ તથા ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત દ્વારા સ્ટાફમિત્રોના સહકારથી કરવામા આવ્યુ હતું.આભારવિધિ સુપરવાઇઝર તૃપ્તિબેન પટેલ તથા કાર્યક્રમનુ સંચાલન જીનલબેન જોશી દ્વારા કરવામાં આવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here