શ્રાવણિયો જુગાર રમતા નવ આરોપીઓ ને પકડી પાડતી બાવળા પોલિસ

0
6

બાવળા પોલીસ ઈન્સપેક્ટર આર.ડી.સગર જયારે પોલીસ સ્ટાફ સાથે પ્રેટોલીંગમા હતા તે દરમ્યાન અ.હે.કો. જીતેન્દ્ર કુમાર કાળુભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે બાવળા ટાઉન મા આવેલ રોહિત વાસ મા સુરેશભાઈ ગાંડાભાઈ ચૌહાણ રોહીતવાસના ઘરમા હાર જીતનો પાના પત્તા વડે જુગાર રમી રમાડે છે અને હાલમા ઉપરોક્ત જગ્યાએ જુગારની પ્રવુતી ચાલુ છે જે બાતમી આધારે બાવળા પોલિસ સ્ટેશન ના પોલીસ સ્ટાફસાથે ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ જઇ રેડ કરતા આરોપીઓ (૧) સુરેશભાઈ ગાંડાભાઈ ચૌહાણ ઉ.૫૪ બાવળા .રોહિત વાસ (૨) ભરતભાઈ ગોવિંદભાઈ કો.પટેલ ઉ.વ.૩૦ રહે.કવલા (૩) દિલીપભાઈ પરસોતમભાઈ મકવાણા ઉ.વ.૩૮ રહે .વણકર વાસ બાવળા (૪ |દિનેશભાઈ સોમાભાઈ રાણા ઉ.વ.૫૦ બાવળા રામજી મંદી૨ (૫) દેવજીભાઈ છગનભાઈ કો. ૫ટેલ ઉ.પર રહે. બાવળા(૬) મહેન્દ્રભાઈ છોટાલાલ પ્રજાપતી ઉ.વ.૫૮૨છે. બાવળા(9) મુસ્તુફાભાઈ ઈબ્રાહીમભાઈ વોરા ઉ.વ.૫૫ રહે. રૂપાલ (૮) કાનજીભાઈ લક્ષ્મણ ભાઈ વાણીયા ઉ.વ.૫૮ રહે.પીપળી ધામ પાટડી (૯) અરવિંદ ભાઈ મનુભાઈ પ્રજાપતી ઉ.વ.૩૮ બાવળા નાઓને પકડી પાડયા હતા અને દાવ ઉપરથી મળી આવેલ કુલ રોકડા રૂ. ૩૦૬૦/- અંગ ઝડતીમાંથી રૂ.૧૬૫૩૦ તથા ૭ મોબાઈલ કિંમત રું. ૨૨૫૦/- કુલ મળી કુલ રૂ. ૪૨, ૦૯૦/- ના મુદામાલ સાથે પકડી ૯ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાયૅવાહી કરવામા આવી

રિપોર્ટર: સહદેવસિંહ સિસોદીયા બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here