શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે કરવા તેમજ પ્રસંગને અને સાંપ્રત કોરોનાની સ્થિતિમાં માર્ગદર્શન આપતું પ્રવચન*

0
199
સરદારધામનો મુખ્ય ઉદ્દેશ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે અને તે અંતર્ગત જુદી જુદી સમાજોપયોગી, શૈક્ષણિક તેમજ યુવા અને નારી સશક્તિકરણની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈએ અભૂતપૂર્વ સિધ્ધી અથવા તો વિજ્ઞાન, કલા તેમજ બહાદુરીપૂર્વકના કામ કરવા બદલ સબંધિત વ્યક્તિનું સન્માન કરવામાં આવે છે.
તા.2-5-21ના રોજ પાટણ જિલ્લાના સમી તાલુકાના શ્રી ડાહ્યાભાઈ પટેલનું અકસ્માતે અવસાન થતા તેમના ઘરમાં ધાડપાડુઓ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરેલ તેમાં ડાહ્યાભાઈના પુત્રી શ્રીમતી કામિનીબેન પટેલ દ્વારા એકલા હાથે કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર હિંમતથી ધાડપાડુઓનો સામનો કરી પકડીને પોલીસને હવાલે કરેલ છે.
શ્રીમતી કામિનીબેન પટેલ એક સ્ત્રી હોવા છતાં બહાદુરીપૂર્વક સામનો કરી ધાડપાડુઓને ભગાડવા બદલ અભૂતપૂર્વ શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ અને અન્ય દીકરી / સ્ત્રીઓને પણ પ્રેરણા મળે તેના ભાગરૂપે સરદારધામ દ્વારા તેઓનું સન્માન કરવાનો નિર્ણય કરેલ છે. આ સન્માન સમાજસુધારક અને પ્રગતિશીલ વિચારક પરમ પૂજય શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલીવાળા) ના વરદ્દહસ્તે સરદારધામ, વૈષ્ણોદેવી સર્કલ, એસ. પી. રીંગ રોડ, અમદાવાદ ખાતે આજ રોજ સાંજે 6.00 કલાકે મર્યાદિત લોકોની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સાથોસાથ સાંપ્રત કોરોનાની સ્થિતિમાં નાગરિકોને ઉપયોગી માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન (મોટીવેશન) મળે તે માટે પૂજ્ય સ્વામીજી દ્વારા ટૂંકું પ્રવચન અપાયું હતું. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું હોવાથી અને નિયત સંખ્યા જાળવવાનું હોવાથી આ કાર્યક્રમનુ લાઈવ પ્રસારણ કરાયુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here