શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શિક્ષણમંત્રી અને નાણામંત્રી ની મુલાકાત સાથે બેઠક યોજાઈ.

0
12

માધ્યમિક ,ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને ગ્રાન્ટેડ આચાર્યો ના પડતર પ્રશ્નો અંગે નવ નિયુક્ત શિક્ષણમંત્રી ને વાકેફ કરાયાં..

શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી તથા નાણાંમંત્રી કનુભાઈ પટેલ સકારાત્મક સહકાર આપવાની ખાત્રી આપી..

પાટણ તા.24
ગુજરાત રાજ્યના નવ નિયુક્ત શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી તથા નાણાંમંત્રી કનુભાઈ પટેલ સાથે ગુરૂવારના રોજ શૈક્ષિક મહાસંઘ ગુજરાત નાં ચેરમેન સહિતના સભ્યો દ્વારા શુભેચ્છા મુલાકાત સાથે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લંબાણ પૂર્વક માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો તથા ગ્રાન્ટેડ આચાર્યો ના ખૂબ લાબા સમય થી વિલંબિત પડતર પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જે દરેક પડતર પ્રશ્નો અંગે બન્ને મંત્રીઓ એ ખૂબ જીણવટ પૂર્વક માહિતી મેળવી સકારાત્મકતા સાથે સહિયોગ આપવાની ખાત્રી આપી હતી.
ગત તા.10/9/21 ની ડો.હેડગેવાર ભવન ખાતે ની રાજ્ય ની બેઠક માં સમગ્ર રાજ્ય માંથી આવેલા પ્રશ્નો જેવા કે ફિક્સ પગારની નીતિ અન્વયે નિમાયેલ તમામ શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરી દરેક પ્રકારના આનુષંગિક લાભ સાથે સળંગ ગણવી,સાતમા પગાર પંચના હપ્તા સત્વરે રોકડમાં ચુકવવા,જુના શિક્ષકોની ૨૦૧૬ની ભરતી જાહેરાત અન્વયે ભરતી સત્વરે કરવી તથા નવી જાહેરાત આપવી,ગ્રાન્ટેડ શાળાના આચાર્યને તા. ૦૫-૦૧-૧૯૬૫ ઠરાવ અન્વયે વધારાનો ઇજાફો આપવો,સરકારી શાળામાંથી ગ્રાન્ટેડ શાળામાં આવતા આચાર્યને પગાર તથા પગાર ધોરણનું રક્ષણ આપી સેવા સળંગ ગણવી,
બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બિનશૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ પુનઃજીવિત કરી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતીઓ ચાલુ કરવી,
બે વર્ગની શાળામાં આચાર્ય સહિત ચાર શિક્ષકોનું મહેકમ મંજુર કરવું,વર્ષ ૧૯૯૯-૨૦૦૦માં ફિક્સ વેતનમાં નિમણૂક પામેલ અને તારીખ ૦૧-૦૧-૨૦૦૬ પહેલાં પુરા પગારમાં આવેલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોમાં એન્ટ્રી લેવલ પે સ્કેલ પરિપત્રના કારણે જુનિયર શિક્ષકોનો પગાર સિનિયર શિક્ષકો કરતા વધી જાય છે. આમાં સુધારો કરી સિનિયર કર્મચારીને ૧૦૮૧૦ ના એન્ટ્રી લેવલ પે સ્કેલ માં એક ઈજફો ઉમેરી પગાર ફિકસ કરવા સહિત નાં પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી.
મંત્રીઓ સાથેની બેઠક માં રાજ્ય ના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, સંગઠન મંત્રી ઘનશ્યામ ભાઈ પટેલ, કોષાધ્યક્ષ અને માધ્યમિક ના અધ્યક્ષ રમેશભાઈ ચૌધરી તથા શાળા સંચાલક મંડળના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here