શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે ત્યારે બાળકો ના આરોગ્ય ઉપર ભાર મૂકતા જિલ્લા વિકાસ અધિકારી..

0
4

પ્રાથમિક શાળાના બાળકોને આર્સેનિક દવા અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું..પાટણ તા.9કોરોના ના સમયમાં પણ સાવચેતીના તમામ પગલા લઇ બાળકોનું શિક્ષણ સતત ચાલુ રહે તે હેતુથી સરકારે પ્રાથમિક શાળામાં શિક્ષણકાર્ય શરૂ કર્યું છે. બાળ આયોગ દ્વારા પણ બાળકોના આરોગ્ય પરત્વે કાળજી લેવા અનુરોધ કર્યો છે ત્યારે પાટણ જિલ્લામાં પણ દરેક શાળાઓમાં કોરોના અંતર્ગત શિક્ષણકાર્ય દરમિયાન સામાજિક અંતર જળવાય , બાળકો પણ માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધૂવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પણ ભાર મુકે છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા દ્વારા વિવિધ પ્રાથમિક શાળાઓની સતત મુલાકાત લેવામાં આવી રહી છે.ત્યારે ગુરુવારના રોજ જિલ્લા વિકાસ અધિકારી એ ભદ્રાડા તાલુકો સમી ખાતે પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોને કોરોના અંતર્ગત માર્ગદર્શન કર્યું હતું.અને સાવચેતીના પગલાં લેવા સમજ આપી હતી તેઓએ બાળકોને માસ્ક વિતરણ કર્યું હતું.તેમજ આર્સેનિક હોમિયોપેથી દવા નું પણ વિતરણ કર્યું હતું અને બાળકોને કાળજી લેવા પ્રેરણા પૂરી પાડી હતીઆ તબક્કે શાળાના આચાર્ય પરેશભાઈ,જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here