શેરથા ના વેપારી નું અપહરણ કરવાની કોશિશ કરી રૂપિયા સવા કરોડ ની ખંડણી માંગવા બાબતે આરોપી ઓને દબોચતી ગાંધીનગર એલ. સી. બી 1 ની ટીમ.

0
12

શેરથા ના વેપારી નું અપહરણ કરવાની કોશિશ કરી રૂપિયા સવા કરોડ ની ખંડણી માંગવા બાબતે આરોપી ઓને દબોચતી ગાંધીનગર એલ. સી. બી 1 ની ટીમ.

ગઈ તારીખ 13 ના રોજ અડાલજ પોલીસ સ્ટેશન માં કલમ 365,511,387,507,114 મુજબ નો ગુનો નોંધાયેલ જેમાં આ ગુન્હા ના માં આરોપી ઓ એ કામના ફરિયાદી નું અપહરણ કરવા ની કોશિશ કરી ટેલિફોન ઉપર સવા કરોડ રૂપિયા ની માંગણી કરેલ અને જો નહિ આપે તો તેમના પરિવાર ને એક એક કરી ખતમ કરી દેશે એવી ધમકી આપેલ

જેથી આ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ગાંધીનગર રેન્જ આ ઈ જી પી અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબે આપેલ આ ગુન્હા ના આરોપી ઓ ને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવા સૂચન આપેલ

જે અન્વયે એલ સી બી પોલીસ ઇન્સ્પેક્ટર જે. જી.વાઘેલા. એ એલ. સી બી ના તમામ અધિકારી સ્ટાફ ને આરોપી ઓને પકડી પાડવા જણાવેલ

જેના અન્વયે એલ. સી બી ટીમ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. એસ. રાઓલ. એ. એસ આઈ. ધર્મેન્દસિંહ રાજુસિંહ,હેડ. કૉ.વિજયસિંહ નવલસિંહ,પો. કૉ. અનોપસિંહ બળવંતસિંહ તથા પો. કો.ગોવિંદભાઈ કનુંભાઈ તથા પો. કો.સુરપાલ સિંહ દિલીપસિંહ,કાર્યરત હતા એ દરમ્યાન સાથેના કો. વિજયસિંહ ને મળેલ બાતમી ના આધારે આ ગુન્હા ના આરોપી ઓ જેમાં (1)સાગરજી પ્રહલાદજી ઠાકોર ઉંમર 24- રહેવાસી ઠાકોરવાસ પરામાં,શેરથા, તા, જી ગાંધીનગર (2) મનીષજી લાલાજી ઠાકોર ઉંમર 20 રહેવાસી -ધિરાપરુ, સઈજ,તા -કલોલ, જી -ગાંધીનગર (3) વિજયજી દશરથજી ઠાકોર ઉંમર -20 રહેવાસી -ચકલા વાસ, વાંસજડા, તા -કલોલ,જિલ્લો -ગાંધીનગર (4)કૃણાલ ગિરી વિષ્ણુ ગિરી ગોસ્વામી ઉંમર 19- રહેવાસી, ઉમિયા ચોક, સઈજ તા -કલોલ, જિલ્લો -ગાંધીનગર નાઓને શેરથા ઉવારસદ રોડ ઉપરથી ગુન્હા માં વપરાયયેલ રીક્ષા તથા બે ડમી સીમકાર્ડ તથા પાંચ મોબાઇલ ફોન કુલ કિંમત રૂપિયા 80/500 ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ.

આરોપીઓ ની પુશપરસ કરતા આ કામના ફરિયાદી ની શેરથા ખાતે સી મસાલાની ખળી -સ્પા ઇસીસ નામે મરી માં આરોપી સાગર જી ઠાકોર નોકરી કરતો હતો. અને નોકરી છોડયા બાદ તેના ઉપરોક્ત અન્ય સાગરીતો સાથે મળી પૈસાદાર પાર્ટી નું અપહરણ કરવા નો પ્લાન નક્કી કર્યો.વિજય જી દશરથજી ઠાકોરે બે ડમી સીમકાર્ડ મેળવેલ અને આરોપી કૃણાલ ગોસ્વામી ની રીક્ષા નો ઉપયોગ અપહરણ કરવા સારુ કરવા નું નક્કી કરેલ.

આ ગુન્હા ના ફરિયાદી રોજે રોજ જુના હાઈવે રોડ ઉપર થઇ રામાપીર ના મંદિર ના કટ થઇ હાઈવે રોડ ઉપર જયારે રાત્રી ના ઘરે જાય એ દરમિયાન તેઓનું રીક્ષા માં અપહરણ કરવા નું નક્કી કરેલ અને તારીખ 07/07 2021 ના રોજ ફરિયાદી એક્ટિવા લઇ જતા હતા એ દરમ્યાન ઉપરોક્ત જગ્યા એ ઉભા રહી ઉપરોક્ત ફરિયાદી ને ખેંચી રીક્ષા તરફ લઇ જવાની કોશિષ કરતા ઝપા ઝપી થયેલ અને બુમા બુમ થતા આ ચારેય લોકો રીક્ષા લઇ ભાગી ગયેલ.

તયાર બાદ આ ગુન્હા ના ફરિયાદી ને વિજય ઠાકોરે હિન્દી ભાષા માં ધમકી આપી સવા કરોડ રૂપિયા ની માંગણી કરેલ અને જો નહિ આપે તો તેમના પરિવાર ને એક એક કરી ખતમ કરી દેશે એવી ધમકી આપતાં હોવાનું અને આજરોજ તેઓ પકડાઈ ગયેલ છે.અને કાયદેસર કાર્યવાહી કરેલ છે.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here