શિવગંગા સંગઠન દ્વારા જામ્બુવા થી માનગઢ સુધીનું ભવ્ય બાઇક યાત્રાનુ સુખસરમાં આગમન.

0
5

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે બાઈક યાત્રાનું પુષ્પવર્ષા થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

બાઈક યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ દ્વારા જાંબ્બુઆ થી માનગઢ ની સુઘી ની યાત્રા યોજવામાં આવી.

સુખસર,તા.20
મધ્યપ્રદેશ સ્થિત સનાતન હિન્દુ વિચારધારાનું શિવગંગા સંગઠન જામ્બુવા દ્વારા આજરોજ જનજાતિ સમાજમાં પરિવર્તનનું માધ્યમ મનાતા સંગઠન દ્વારા જાંબ્બુવા થી માનગઢ સુધીનું ભવ્ય બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હજારો ભાઈઓ બાઈક યાત્રામાં જોડાયા હતા.અને જેઓનું ઠેરઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.તેવી જ રીતે આજરોજ પાંચેક વાગ્યાના અરસામાં આ બાઈક યાત્રા સુખસરમાં આવી પહોંચતાં વરુણ સુખસર જવેસી ચોકડી થી લઇ એસ્સાર પેટ્રોલ પંપ સુધી સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા પુષ્પવર્ષા થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ રાહુલ ચરપોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here