શામળકુવા ગ્રામ પંચાયત ના સરપંચ ના ઉમેદવાર તરીકે શ્રીમતી વરજુબેન રમેશભાઈ રાઠવા એ પોતાના ભારે જન સમર્થકો સાથે ઉમેદવારી પત્ર નોંધાવી હતી

0
13


શામળકુવા ગ્રામ પંચાયત ના સંરપચ ના ઉમેદવાર તરીકે પંચમહાલ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રમેશભાઈ.ગોપાલભાઈ રાઠવા ના ધમૅ પત્ની શ્રીમતી વરજુબેન રમેશભાઈ રાઠવા એ પોતાના ગામ ના ભારે જન સમૅથન સાથે આદિવાસી વાજીત્ર રામ ઢોલ તથા ઢોલ નગારા શરણાય સાથે વાજતે ગાજતે ફટાકડા ફોડી આદિવાસી નૃત્ય ટીમલી ના તાલે નાચતા કુદતા બાઈક રેલી સાથે વરજુબેન તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે હૈ જેવા નારા સાથે શામળકુવા ગામ થી ધોધંબા તાલુકા પંચાયત સુધી ભારે આકૅષણ જમાવ્યું હતું અને ઉમેદવારી પત્ર નોંધાવી હતી ત્યારે ગ્રામ જનો મા ભારે ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો શામળકુવા ગામ ને સતત વિકાસ ના પ્રથે લઈ જનાર તેમજ સતત ગ્રામ જનનો ની સાથે રહીને પ્રજા ના લોક સેવક અને ગામ જનોની સતત ચિંતા કરતા એવા રાઠવા રમેશભાઈ ગોપાલભાઈ એ સતત બે ટૅમ થી અને તેમના ધમૅ પત્ની રાઠવા વરજુબેન રમેશભાઈ પણ એક વાર સરપંચ તરીકે સેવા આપી ચુક્યા છે ત્યારે પ્રજા ના દિલ મા રહેનાર રાઠવા વરજુબેન રમેશભાઈ એ જણાવ્યુ હતું કે”લડેગે જીતેગે “ના સૂત્ર સાથે તેમજ સૌનો સાથ સૌનો વિકાસ ના સૂત્ર સાથે શામળકુવા ગ્રામ પંચાયત મા ધણા બધા વિકાસ ના કામો કરીઆ છે અને હજુ પણ ધણા બાધા ગામ માં વિકાસ ના કામ કરીશુ શામળકુવા ગ્રામ પંચાયત ના મતદારો અમારી સાથે છે અને અમને પુરો વિશ્વાસ છે કે અમારો ભવ્ય વિજય થશે

🖋️ રાજેશભાઈ.ડી રાઠવા
BG ન્યુઝ રીપોર્ટર ધોધંબા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here