શહેર સમાન ગ્રામીણ કક્ષાએ શિક્ષણ માટે વડગામ તાલુકા ના પીલુચા ખાતે પેરામાઉન્ટ સ્કૂલમાં શિક્ષણ સેમિનાર યોજાયો

0
15

તાલુકાના શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા હોદ્દેદારો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા

વડગામ તાલુકાના પીલુચા ખાતે સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પેરામાઉન્ટ સ્કૂલમાં શનિવારે તાલુકાના શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા હોદ્દેદારો અને વાલીઓ ની એક બેઠક યોજી તેમાં શહેર ની સમકક્ષ ગ્રામીણ લેવલે પણ ઉચ્ચ શિક્ષણ આપવાની નેમ સાથે બેઠક યોજી મંથન કરવામાં આવ્યું હતું.

હાલમાં લોકો પોતાના સંતાનો ને અભ્યાસ માટે શહેર તરફ આંધળી દોટ મૂકી રહ્યા છે. જેના પરિણામે શિક્ષણ પાછળ લાખોના ખર્ચા પણ કરે છે. ત્યારે લોકોને ગ્રામીણ કક્ષાએ જ શહેર સમાન શિક્ષણ કઈ રીતે આપી શકાય તે માટે વડગામ તાલુકાના પીલુચા ખાતે સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને અત્યાધુનિક અને ઉચ્ચ શિક્ષણ આપતી પેરામાઉન્ટ સ્કૂલમાં શનિવારે શિક્ષણ સેમિનાર અને વાલી મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલના સંચાલક અને પ્રમુખ હયાતખાન બિહારી, રાજપૂત કેળવણી સહાયક મંડળ ના પ્રમુખ મદારસિંહ હડિયોલ, કોદરામ કેળવણી મંડળના પ્રમુખ સવજીભાઈ ચૌધરી, એદ્રાણા હાઇસ્કુલના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઇ ચૌધરી, મજાદર સ્કૂલના મુખ્ય શિક્ષક અભેરાજભાઈ ચૌધરી, શિક્ષણ વિભાગમાંથી નિવૃત્ત થનાર આફિરખાન બિહારી, અગ્રણી અમીનખાન બિહારી, હિંમતસિંહ હડિયોલ, પાડખાંન બિહારી સહિત શિક્ષણ પ્રેમીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ બેઠકમાં ગ્રામીણ ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તા અને સંસ્કાર યુક્ત શિક્ષણ આપવા ચર્ચા અને મંથન કરી ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ નો વ્યાપ વધારવાના અભિગમ સાથે સંકલ્પ બદ્ધ થયા હતા.

રહીશો,,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here