શહેરા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઈનલ યોજાઇ

0
5

પંચમહાલ

આજરોજ તારીખ 29/01/2022ના રોજ શહેરા તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ફાઇનલ મેચનું આયોજન વિજાપુર ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું

વિજાપુર ક્રિકેટ ગ્રાઉન્ડ પર નવી સુરેલી અને ખોજલવાસાની ટીમ ફાઇનલ મેચમાં આવ્યા હતા. આ મેચમાં નવી સુરેલી ટીમે ટોસ જીતી બેટિંગ સ્વીકારી હતી.જેમાં ખોજલવાસાટીમને 59 રનનું ટાર્ગેટ આપ્યું હતું. જે ખોજલવાસા ટીમે સફળતાપૂર્વક ચેસ કરી ફાઇનલમાં વિજેતા થઈ હતી.આ મેચમાં સ્પોન્સર તરીકે લુણાવાડા સાંઈ હોસ્પિટલ ડો.સોહમ પટેલ હતા જેમના પત્ની ડો.સોનાલી પટેલ ડેન્ટિસ્ટ હાજર રહ્યા હતા.મારુતિટીમ્બર માર્ટ શહેરા વિજેતા ટ્રોફીના દાતા તરીકે મીત પટેલ અને ધ્રુવ પટેલ ઉપસ્થિત રહી વિજેતા ટીમ અને રનર્સ અપને ટ્રોફી એનાયત કરી.પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટ વતી ડો. વિજય પટેલ ઉપસ્થિત રહ્યા અને વિજેતા ટીમના તમામ સભ્યોને ‘ગીતા’ પુસ્તક ના તમામ શ્લોકને આવરીલેતી ડાયરી ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. જિલ્લા ઘટક સંઘ ઉપપ્રમુખ કીર્તિભાઈ પટેલે મેન ઓફ ધ સિરીઝ જયપાલસિંહ બારીઆ અને મેન ઑફ ધ મેચ દિનેશભાઇ ની ટ્રોફી અર્પણ કરી હતી.મહેશભાઈ વણઝારા તરફથી બંન્ને ટીમના ખેલાડીઓને મેડલ અર્પણ કરવામાં આવ્યા.શહેરા આઈઆઈએફએલ ગોલ્ડ લોન વતી રામરાજ શર્મા અને તેમની ટીમે ઉપસ્થિત રહી બેસ્ટ ઇનિંગ્સ માટે પિયુષ પટેલ અને બેસ્ટ બોલર તરીકે અમિતશર્માને ટ્રોફી એનાયત કરી.

રીપોર્ટ….. જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here