શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટર વિસ્તારની વર્ષોજૂની ગંદકી પાલિકા દ્વારા ઉલેચી…

0
57
કોમ્પ્લેકસના મોટાભાગના વેપારીઓની રવિવારે દુકાન બંધ હોવાથી સંપૂર્ણ કોમ્પલેક્ષ ની સફાઈ અભિયાન હાથ ધરાશે..
કોમ્પલેક્ષના વેપારીઓને ગંદકી ન કરવા સૂચનાઓ આપવામાં આવી..
પાટણ તા.29
પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન ને ધ્યાન માં રાખી ને શનિવારના રોજ વર્ષોથી ગંદકીથી ખદબદતા કિલાચંદ શોપિંગ સેન્ટર વિસ્તારની સફાઈ અભિયાન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાલિકા દ્વારા હાથ ધરાયેલ પ્રિમોન્સૂન પ્લાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ખડકાયેલી ગંદકીને દુર કરી રોગચાળો ન ફેલાય તે માટે સ્વચ્છતા શાખા ના ચેરમેન ગોપાલસિંહ રાજપૂત દ્વારા પાલિકા નાં સફાઈ કર્મચારીઓને સાથે રાખીને શહેરના વિવિધ વિસ્તારોની સફાઈ અભિયાન કામગીરી હાથ ધરવામાં આવી છે. શનિવારના રોજ શહેરના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં દુકાનદારો દ્વારા ખડકાયેલી ઘણા સમયની ગંદકીને ઉલેચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
કિલાચંદ શોપિંગ સેન્ટર માંથી પાલિકાના સફાઈ કર્મચારીઓ એ ત્રણ ટ્રેકટર ગંદકી ઉલેચી દવા નો છંટકાવ કર્યો હતો અને વિસ્તારના વેપારીઓને કોમ્પ્લેક્ષમાં ગંદકી ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી. તો રવિવાર ના રોજ કોમ્પલેક્ષના મોટાભાગના વેપારીઓની દુકાનો બંધ હોવાથી સંપૂર્ણ કોમ્પલેક્ષ ની સફાઈ અભિયાન કામગીરી હાથ ધરાનાર હોવાનું સ્વચ્છતા શાખા ના ચેરમેન ગોપાલસિંહ રાજપૂતે જણાવ્યું હતું. કિલાચંદ શોપિંગ સેન્ટરની સફાઈ અભિયાન કામગીરી દરમિયાન સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલ સિંહ રાજપુત વોર્ડ ઈન્સ્પેકટર જયંતીલાલ મોદી સ્થળ પર હાજર રહી સફાઈ અભિયાનની કામગીરી સુપેરે કરાવી હતી.
કમલેશ પટેલ.પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here