Home BG News શક્તિ ની આરાધના અને શકિત નાં શસ્ત્ર પૂજન સાથે મિનળપાકૅ સોસાયટી નવરાત્રી...

શક્તિ ની આરાધના અને શકિત નાં શસ્ત્ર પૂજન સાથે મિનળપાકૅ સોસાયટી નવરાત્રી મહોત્સવ સંપન્ન…

0

નવલી નોરતા નાં અંતિમ દિવસે સોસાયટીના રહીશો એ સમૂહ આરતી ઉતારી શસ્ત્ર પૂજન સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી…

આર એસ એસ નાં યુવા કાર્યકર સાથે પાટણના યુવા વેપારી મિત્રએ માંની આરતી ઉતારી કૃતજ્ઞતા વ્યક્ત કરી…

પાટણ તા.૧૬
શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ મિનળ પાકૅ સોસાયટી નાં રહીશો દ્વારા આયોજિત કરાયેલ નવરાત્રી મહોત્સવ નાં અંતિમ દિવસે સોસાયટી નાં રહિશો દ્વારા આધશકિત માં અંબા ની સમૂહમાં આરતી સાથે સમૂહમાં શસ્ત્ર પુજન કરી જગત જનની જગદંબા ની આરાધના નાં પવિત્ર પવૅ નવરાત્રી મહોત્સવ ને ભક્તિ સભર માહોલમાં સંપન્ન કરવામાં આવ્યો હતો.
નવરાત્રી મહોત્સવ નાં શુક્રવારના અંતિમ દિવસે સોસાયટીના રહીશો નાં આમંત્રણ ને માન આપીને ઉપસ્થિત રહેલા પાટણ શહેરનાં ખુશાલી રેડિમેડ શો રૂમનાં માલિક અને આર એસ એસ નાં યુવા કાર્યકર પારશભાઈ ઠક્કર અને જ્યોતિ પ્લાસ્ટીક નાં જગદીશભાઈ ઠક્કરે ખાસ ઉપસ્થિત રહી માંના ચાચર ચોકમાં માની આરતી ઉતારી સોસાયટીના રહીશો સાથે સમૂહમાં શક્તિ નાં શસ્ત્રો નું અબિલ,ગુલાલ,કંકુ તેમજ રઃગબેરંગી ફુલોની પત્તી વડે પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
મિનળ પાકૅ સોસાયટી ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવના અંતિમ દિવસે સોસાયટીના રહીશો દ્વારા મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ બોલાવી જગત જનની માં જગદંબા નાં ગુણગાન સાથે નવરાત્રી પવૅને સંપન્ન કરવામાં આવ્યો હતો સાથે સાથે કોરોના ની સંભવિત ત્રીજી લહેર આવે નહીં તેવી પ્રાથૅના સહ સોસાયટીના રહીશોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version