શક્તિપીઠ અંબાજી માં વર્ષમાં એક વખત થાય છે પ્રશાલન વિધિ…

0
20

અંબાજી
તારીખ= 24/09/2021

દર વર્ષે ભાદરવી પૂનમ પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર માં પૌરાણિક પરમ્પરા મુજબ પ્રશાલન વિધિ યોજાતી હોય છે..

જગવિખ્યાત અંબાજી શક્તિ ભક્તિ આસ્થાનું ત્રિવેણી સંગમ છે ભાદરવા મહિનામાં લાખો યાત્રિકો મા અંબાનાં દર્શને આવતા હોય છે દર વર્ષે ભાદરવી પૂનમ પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર માં પૌરાણિક પરમ્પરા મુજબ પ્રશાલન વિધિ યોજાતી હોય છે જેમાં અંબાજી નજીક આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ સરસ્વતી નદી નું પવિત્ર જળ લાવી અને તે પવિત્ર જળ દ્વારા અંબાજી મંદિર માં યોજાતી પ્રશાલન વિધિ માં માતાજી ના આભૂષણો અને સવારી થી લઈ ને પૂજા ની તમામ સામગ્રી અને નિજ મંદિર ની સાફ સફાઈ કરવા માં આવે છે આ વિધિ નું અનેરૂ મહત્વ હોય છે એવું કહેવાય છે કે શ્રીયંત્ર જે શક્તિપીઠ અંબાજી માં જૈની મંદિર ખાતે આખા વર્ષ દરમિયાન પૂજા થતી હોય છે તે પ્રશાલન વિધિ ના દિવસે એ યંત્રને પણ મંદિર પૂર્ણ પૂજાવિધિ કરીને સ્થાપિત કરવામાં આવે છે

પ્રશાલન વિધિ ના દિવસે માતાજી ના આરતી અને દર્શન માં ફેરફાર કરવા માં આવ્યો છે..

સવારે દર્શન – 7:30 થી 11:30 સુધી

બપોરે દર્શન – 12:30 થી 1:00 સુધી

ની સાંજ ની આરતી રાત્રે 9:00 કલાકે થશે…

અહેવાલ તસ્વીર… કિશન શર્મા ..અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here