શંખેશ્વર 108 તીર્થમાં તપાગચ્છાધિપતિ આચાર્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની 5મી પુણ્યતિથિ પવૅની ઉજવણી કરાઇ..

0
3

ભારતભરના વિવિધ સંઘો તથા તીર્થોમાં જૈનાચાર્ય
પ્રેમસૂરીશ્વરજી મહારાજાની 5મી પુણ્ય તિથિ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાયું…

પાટણ તા.૧
ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના ઉપક્રમે તપાગચ્છાધીપતી પ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની 5મી પુણ્યતિથિ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે પ.પૂ.જ્યોતિષાચાર્ય ડો આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા,મુનિરાજ હેમદર્શન વિ મ.સા, મુનિરાજ નયશેખર વિ મ.સા,મુનિરાજ શૌર્યશેખર મ.સા તથા પૂ.પ્ર.સા પૂર્ણકલાશ્રીજી મ.સા.આદિ થાણાની પાવનકારી નિશ્રામાં 5મી પુણ્ય તિથિ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.
આ પુણ્યતિથિ નિમિત્તે આદિનાથ પરમાત્મા ની અધિષ્ઠાયિકા શ્રી ચક્રેસરી માતાજીનું પૂજન અને હવન નું આયોજન કરવામાં આવેલ. આચાર્ય પ્રેમસૂરીશ્વરજી મ.સા મૂળ રાજસ્થાન ના મજલ દુનારા નિવાસી લુંકડ ગોત્રીય સંપ્રતિ મહારાજાના વંશજ એવા પૂજ્યશ્રીના પિતાશ્રી પ્રતાપચંદજી અને માતા રતનબેન વર્ષો પહેલા ગુજરાતના મહેસાણામાં ગામમાં વસવાટ કરેલ.પૂજ્યશ્રીનો જન્મ અજમેર બ્યાવર ની પાસે વિજયનગર માં ફાગણ સુદ પૂનમના દિવસે થયો હતો. કાંકરેજ દેશોધારક પ.પૂ.આ શ્રીભક્તિસૂરીશ્વરજી મહારાજા પાસે દીક્ષા લઈ તેઓશ્રીના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરેલ.આચાર્ય પ્રેમસૂરી મહારાજાની નિશ્રામાં અને પ્રેરણાથી પ્રતિષ્ઠાઓ,પાઠશાળાઓ,આંબિલશાળાઓ,દિક્ષાઓ,છ’રી પાલિત સંઘો, ઊપધાનો,મેડીકલ કેમ્પો,સ્કૂલ, કોલેજ, હોસ્પિટલો,ધર્મશાળાઓ,અન્નક્ષેત્રો,જીવદયાના કાર્યો તથા વિવિધ જૈન સંઘોમાં અને સમેતશિખર, શંખેશ્વર,પાલીતાણા આદિ તીથોમાં શાશન,માનવતાના કાર્યો અનેકવિધ પુજાયશ્રીની પ્રેરણા દ્વારા કરવામાં આવેલ.પૂજન અંતર્ગત પૂજય પ્રેમસૂરી મહારાજા ના ગુણોનું વર્ણ કરવમાં આવેલ.આ વિધિવિધાન પંડિતજી શ્રી મુકેશભાઈ બારીયા એ કરેલ.સાંજે ગુરૂદેવના ગુરૂ મંદિરમાં ગુરૂદેવની પ્રતિમાપર આંગી રચાઈ હતી.આ પુણ્ય તિથિ નિમિત્તે પૂજન હવનનો લાભ શ્રીમતી ભારતીબેન કિરીટભાઈ વ્યાસ,પ્રિયંકા પલકભાઈ,ધીર-કેવલી અમદાવાદ વાળા પરિવારે લાભ લીધેલ.આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરૂ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here