શંખેશ્વર સમીપે ગામોમાં શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાબળા વિતરણ કરાયા.

0
15

શંખેશ્વર મહાતીર્થ સમીપે આવેલ વિવિધ ગામોમાં શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઇ દ્વારા ધાબળા વિતરણ કરાયા.જેમાં પૂજ્ય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ની પ્રેરણાથી અને શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઇ દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે શ્રમજીવીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતાં.શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઇ દ્વારા વિવિધ ગામોમાં માનવતાના કાર્યો કરવામાં આવે છે.જેના અંતર્ગત શંખેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે શ્રમજીવીઓ ને ધાબળા વિતરણ કરવામાં આવેલ.આ સેવાકીય કાર્યમાં કર્મ વિરંગના,સેવાભાવી,જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના ચેરમેનશ્રી જીજ્ઞાબેન શેઠ ઉપસ્થિત રહી ધાબળા વિતરણ કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here