શંખેશ્વર તીર્થે પાટણ જિલ્લા પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ જૈન મુનિશ્રીના આશીર્વાદ ગ્રહણ કરેલ.

0
9

ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે પાટણ જિલ્લા પ્રમુખ શ્રીમતિ ભાનુમતીબેન વી મકવાણાએ જૈન મુનિશ્રીના આશીર્વાદ ગ્રહણ કરેલ.આ પ્રસંગે જંગમરત્ન તીર્થ પ્રેરક,માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજ શ્રી નયશેખર વિજયજી મહારાજ સાહેબ એ વાસક્ષેપ દ્વારા આશીર્વાદ આપેલ.ત્યારબાદ દેરાસરમાં શ્રી ભક્તિ પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરેલ.આ પ્રસંગે પાટણ જિલ્લા પ્રમુખ ભાનુમતીબેન વી મકવાણા, મહિલા અને બાળ કલ્યાણ ચેરમેન સેજલબેન ડી દેસાઈ, વિજયભાઈ મકવાણા,ચિરાગભાઈ ચાવડા,વિનોદભાઈ કરલીયા ને રક્ષા પોટલી બાંધી,વાસક્ષેપ દ્વારા આશીર્વાદ આપેલ.આ પ્રસંગે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મહારાજ સાહેબે પાટણ જિલ્લા પ્રમુખ ભાનુમતીબેન વી મકવાણાને આશીર્વાદ આપતા જણાવેલ કે આપના દ્વારા સમાજ,રાષ્ટ્ર અને માનવતાના કાર્યો થાય અને આવનારા સમયમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા અને માનવતાના મસીહા પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિશ્વરજી મહારાજા આપની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે એવા આશીર્વાદ આપેલ.અને ઉજ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here