શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામના ગ્રામજનો રોડ રસ્તા ના સમયસર કામો ન થતા પરેશાન બન્યા..

0
9

પાટણ
શંખેશ્વર
અનિલ રામાનુજ રાધનપુર

ગામના કેટલાક રસ્તાઓ એક વર્ષ અગાઉ બનાવ્યા હોવા છતાં ચોમાસામાં રસ્તા નું ધોવાણ થતા લોકોને હાલાકી..

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામે રોડનું કામ મંજુર થયેલ હોવા છતાં આજદિન સુધી રોડની કામગીરી શરૂ ન થતા અને ચોમાસામાં વરસાદના કારણે માર્ગની હાલત બત્તર બનતા વિસ્તારના રહીશો પારા વાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ બાબતે વિસ્તારના રહીશ દિલીપસિંહ રથવીએ જણાવ્યું હતું કે અમારા મોટી ચંદુર ગામે પ્લોટવાસનો માર્ગ મંજુર થયો છે પરંતુ આજ દિન સુધી આ વિસ્તારનો માર્ગ રબારીવાસથી લક્ષ્મણભાઈ નાયક ના ઘર સુધી
નો બનાવવામાં ન આવતા ચોમાસામાં આ માર્ગ પર કાદવ કીચડ નું સામ્રાજ્ય સર્જાતા માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓને વાહન ચાલકો સહિત વિસ્તારના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તો કેટલાક વિસ્તારોમાં એક વર્ષ અગાઉ બનાવેલ રસ્તો પણ હલકી ગુણવત્તા નો બન્યો હોય તેમ ચાલુ વરસાદમાં જ માર્ગો નું ધોવાણ થવા પામ્યું છે. તો જે જગ્યાએ રોડની જરૂરિયાત છે તે જગ્યાએ રોડ આજ દિન સુધી નહીં બનાવી જે જગ્યાએ રોડ બનાવવાનો નથી તે જગ્યાએ બે બે વાર રોડ બન્યા છે. ત્યારે ગ્રામજનોની રોડ રસ્તાની સમસ્યાને ધ્યાનમાં રાખી મંજુર થયેલા રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં પ્રબળ બનવા પામી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here