શંખેશ્વર ગામે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફૂડ એન્ડ ન્યુટીશન દવાઓનું વિતરણ કરાયું

0
44

આપણી સંસ્કૃતિ છે કોઈ જરૂરિયાત મંદ માટે મસીહા
બની ઉભા રહેવાની-કર્મ વીરાંગના જીજ્ઞા શેઠ

ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે રાધે શોપિંગ સેન્ટર ખાતે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફૂડ એન્ડ ન્યુટીશન દવાઓનું વિતરણ કરાયું.જેમાં માનવતાના મસિહા પૂ.આ.શ્રી રત્નશેખરસુરીશ્વરજી મ.સા ના દિવ્ય આશીર્વાદથી અને પૂજ્ય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા અને પૂજ્ય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા ની પ્રેરણાથી આ માનવતાનું કાર્ય કરવામાં આવેલ.આ વિતરણ પ્રસંગે ચવનપ્રાશ,હેન્ડહોશ,અમૃતશક્તિ,ગિલોઈ,હોમીયોપેથીક દવા,પેરાસીટમોલ,માસ્ક વિગેરે નું વિતરણ કરવામાં આવ્યું.આ વિતરણ શંખેશ્વર ગામ સમીપે આવેલ ગામોમાં કરવામાં આવ્યું.આ પ્રસંગે શંખેશ્વર ગામનું રત્ન સેવાભાવી,કર્મ વીરાંગના જીજ્ઞાબેન શેઠે ધનેશ્વરભાઈ શાસ્ત્રી, સેવાભાવી ડો રમેશભાઈ હાલાણી નું બહુમાન કરવામાં આવેલ.સાથે સાથે કોરોના ના સમયમાં સેવા આપનારા એવા વઢેર મહેશકુમાર નારાયણભાઈ- S.i,P.H.C-શંખેશ્વર,ડી.કે ગઢવી-શંખેશ્વર,પ્રકાશભાઈ નાડોદા,પત્રકાર-દિવ્ય ભાસ્કર-સમી વિગેરેનું કોરોના વોરિયર્સનું સન્નમાન પત્ર અર્પણ કરી સન્માનનિત કરવામાં આવેલ.આ પ્રસંગે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સમસ્ત ટ્રસ્ટી ગણએ દાતા પરિવારોની ખૂબ ખૂબ અનુમોદના કરેલ.આ પ્રસંગે શંખેશ્વર ગામનું રત્ન સેવાભાવી,કર્મ વીરાંગના જીજ્ઞાબેન શેઠે, ધનેશ્વરભાઈ શાસ્ત્રી,ડો રમેશભાઈ હાલાણી, ગણેશભાઈ વણોલ, પૂર્વેશભાઈ શાસ્ત્રી,નિખિલભાઈ રાવલ વિગેરે ઉપસ્થિત રહી વિતરણ કરેલ.

રીપોટર.કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here