” વૃક્ષારોપણ ના કાર્યક્રમો ની જગ્યા એ વૃક્ષ ઉછેર ના કાર્યક્રમો થવા જોઈએ

0
22

” વૃક્ષારોપણ નહિ વૃક્ષઉછેર “

” વૃક્ષારોપણ ના કાર્યક્રમો ની જગ્યા એ વૃક્ષ ઉછેર ના કાર્યક્રમો થવા જોઈએ

જૂન મહિનો શરુ થાય એટલે ચોમાસા ની ઋતુ ની શરૂઆત થાય 5 મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી થાય એટલે નેતાઓ અને આગેવાનો કે મોટી સંસ્થાના સતાધારીઓ દ્વારા વિવિધ જગ્યા એ વૃક્ષારોપણ ના કાર્યક્રમો નું આયોજન થવા લાગે અને છાપા ઓ માં વૃછો ને વાવી ને પાણી રેડતા ફોટા ઓ છપવા લાગે અને હવે તો આવા ફોટા ઓ સોશિયલ મીડિયા માં અપલોડ કરવા નો પણ એક ટ્રેન્ડ બની ગયો છે જેથી લોકો આપણા એક દિવસીય ભગીરથ કાર્ય ને પસંદ કરે.

અને આ બધીજ પ્રવુતિ ઓ ને જોઈ ને લોકો તેમની પણ વાહવાહી કરતા હોય છે.અને આવુ કરનાર ને પણ પોતે કંઈક સારૂ કામ કરું છે અને લોકો એ તેને વખાણું છે એવુ ફીલ થવા લાગે છે.જોકે વૃક્ષારોપણ નું કાર્ય એ બેશક સારૂ જ કાર્ય છે પરંતુ એ કાર્યક્રમ પૂરો થયાં પસી આ રીતે વવાયેલા વૃક્ષ નું શું ? તયાર બાદ કોઈ દિવસ ભાવ પૂછ્યો છે?

આ રીતે વૃક્ષારોપણ કાર્યક્રમ વખતે નામધારી લોકો મોટી સભાઓ કરી ને સ્ટેજ પર થી પર્યાવરણ ના હિતેચ્છું હોય એવી મોટી મોટી ગુલબાંગો હાંકી ને વૃક્ષારોપણ નું મહિમા ગાન કરે છે.સૌને એવુ લાગે છે કે હવે આ વિસ્તાર ઝાડ થી હર્યા ભર્યો થઇ જશે પણ વરવી વાસ્તવિકતા તો એ છે કે આવા કાર્યક્રમો પુરા થયાં પસી ત્યાં વવાયેલા વૃક્ષ સાચે જ ઉછરે છે? એ બાબતની દરકાર કોઈ લેતું નથી

ઘણી વાર તો એવું બને છે કે કોઈ એક જગ્યા એ આ રીતના વૃક્ષારોપણ કાયક્રમો નું આયોજન દર વર્ષે યોજાય છે અને છતાં પણ એ જગ્યા ઉપર આ રીતે વવાયેલા વૃક્ષ ક્યારેય મોટા થયાં હોતા જ નથી.દર વર્ષ એ કાર્યક્રમ ત્યાં પુનરાવરતિત થયે જ રાખે છે. વાત હાસ્યપદ છે પણ એવુ બની રહયુ છે આરંભે સુરા ની માફક મોટા કમઠાણ સાથે વૃક્ષારોપણ નો કાર્યક્રમ પાર પળી જાય છે પણ તયાર પસી એ વૃક્ષ નું શું થાય છે એની કોઈ ને પડી હોતી નથી માત્ર નામની વાહવાહી મેળવવા અને લોકો ઉપર પોતાની સારી છાપ છોડવા પૂરતા આવા કાર્યક્રમો મર્યાદિત થઇ ગયા હોય એવુ લાગી રહયુ છે.

હવે તો કંઈક એવુ થવું જોઈએ કે આવા વૃક્ષારોપણ ના કાર્ય ક્રમો ની જગ્યા એ વૃક્ષ ઉછેર ના કાર્યક્રમ થાય જેમાં વૃક્ષ નું વાવેતર કરવા માટે કોઈ આવી જાકજમાળ કરવા ની નહિ વૃક્ષ નું વાવેતર કરી દેવા નું અને તેના ઉછેર નું કામ ચાલુ રાખવા નું જયારે એ વૃક્ષ ઉછરી ને મોટુ થઇ જાય ત્યારે તેના માનમાં ભવ્ય કાર્યક્રમ ગોઠવવાનો કે આ વૃક્ષ નો ઉછેર અમે કર્યો છે.પર્યાવરણ ના રક્ષણ મા અમે આટલુ યોગદાન આપ્યુ છે( જેમકે કોઈ આંતરમાળખા કીય સગવડ ઉભી કરવા મા આવે તયારે તેનું કામ પૂરું થાય અને લોક હિતાર્થે તેને ખુલ્લું મુકવા મા આવે તયારે જે રીતે તેના ઉદ્ઘાટનો યોજાય છે બરાબર એજ રીતે )આવું કરવું ખુબ કઠિન છે કારણ તેના માટે સમય અને શક્તિ ખર્ચવી પડે, વાવેલા વૃક્ષ ના જતન માટે જાત ઘસવી પડે જયારે કે વૃક્ષારોપણ કરી ને જસ ખાટી ને છુટા થઇ જવાય છે અને એટલે જ આવા વૃક્ષારોપણ ના ઘણા બધા કાર્યક્રમો યોજાતા હોવા છતાં પણ વૃક્ષ ની સંખ્યા મા કંઈ વધારો થતો નથી

તો આવું કંઈક અલગ પરિવર્તન ઈચ્છનીય જણાઈ રહયુ છે કે વૃક્ષારોપણ કરનાર ની વાહવાહી નહિ પણ વૃક્ષ ને ઉછેર નાર માન સમ્માન મળે. વાવી ને વયા જાય એને નહિ પણ ઉછેરી ને મોટુ કરે એને મહત્વ મળે થોડી કલાકો અને મોટી મોટી વાતો કરી વૃક્ષ વાવનાર ને નહિ પણ જાત ઘસી, વૃક્ષ ને ઉંછેરી ને મોટુ કરનાર ને મોટુ માન મળે ત્યારેજ વૃક્ષ ની વસ્તી વધશે.બાકી તો વૃક્ષ ને વાવી ને તરસોડી દેતા આવા વૃક્ષારોપણ ના કાર્યક્રમો નું એ વવાયેલ વૃક્ષ ની જેમ જ બાળ મરણ થતું રહેશે. જો વૃક્ષ ની વૃદ્ધિ બાબતે નક્કર પરિણામ લાવવું હશે તો વૃક્ષારોપણ કાર્યક્રમ નહિ પણ વૃક્ષ ઉછેર કાર્યક્રમો ને અમલ માં મુકવા પડશે…..

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here